________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫ પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (૧) વિવાદમાં પણ વિજય અને પરાજય બંને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતું હોવાથી જે તેમાં પરાજય થાય તે પ્રતિષ્ઠા જાય છે અને વિજય તે સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માર્ગે મળ કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તેયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પિતાના વિજયમાં સામાનો પરાજય સમાયેલ છે અને સામાને પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાને ઉચ્છેદ. આ રીતે પોતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તે અસહ્ય થઈ જ પડે છે. (૧) ધર્મવાદમાં વિજય અને પરાજય બંને લાભદાયક હોય છે. જે વિજય થાય તે સામે પ્રતિવાદી યોગ્ય હોવાને લીધે વિજેતાને ધર્મ સ્વીકારે છે અગર તેને ગુણગ્રાહી બને છે. અને જો પરાજય થાય તે પરાજિત વાદી કેમ હોવાને લીધે પિતાને શ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે.
આ પ્રકારનું પરિણામ હેવાથી ધર્મવાદ જ ઉપાદેય છે અને બાકીના બે વાદો હેય છતાં કવચિત દેશકાલની દષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે હરિભદ્ર જે ત્રણે પ્રકારના વાદેનાં પરિણામેનું ચિત્ર - લેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે.
તેઓ વિતડાને શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કટિમાં મૂકે છે. જલ્પને વિવાદ કહી તેમાં વૃથા કંઠશેષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિબોધે છે. સાથે જ આ બધે વિચાર તેઓએ તપસ્વી (ધર્મશીલ) વાદીને અનુલક્ષી કરેલ હોવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદવિવાદની સચિએ વિદ્વાનોમાં ઠેષ અને કલહનાં બીજ રોપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનોને સાંપ્રદાયિક જીવન શાંત પણે વ્યતીત કરવું બહુ જ -ભારે થઈ પડયું હતું. વિદ્વાન થયો એટલે કેઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તે લેકે કાં તો તેને અશક્ત અને ભીરુ ગણતા અને કાં તે સાંપ્રદાયિક પ્રેમ વિનાનો ભાનતા. આથી અનુયાયી લોકેની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દૃઢ થઈ ગઈ હતી ( અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાર્ય હરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશંસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે.
સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાર્યો ધર્મવાદને કર્તવ્ય બતાવીને તેમાં કયા વિષયોની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org