________________
૧૧૮૦ ]
દર્શન અને ચિંતન ૨–બૌદ્ધદર્શન, એ સાંખ્યદર્શનની પિઠે માત્ર સ્વ૫સાહિત્યમાં જ જીવિત નથી પણ એના સાહિત્યની અને અનુયાયીઓની પરમ્પરા જેમ અખંડ છે તેમ વિશાળ પણ છે. એ દર્શનના પ્રસ્થાપક ગૌતમબુદ્ધ કપિલવસ્તુના વાસ્તવ્ય શુદ્ધોદનના પુત્રરૂપે ઈસપહેલાં છઠ્ઠા સૈકામાં થયેલા. તેમણે ઘર છોડી ત્યાગ સ્વીકાર્યો અને જુદા જુદા ગુરુઓની ઉપાસના કરી. અને છેવટે તે ગુરુએને છોડી સ્વતંત્રપણે જ વિચાર કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કરેલી તપસ્યા અને ગુરુ ઉપાસનાનું વર્ણન મળે છે. તેઓ આળારકલામ અને ઉદકરામપુર એ બેની પાસે જઈ એગમાર્ગ શીખ્યા એવું વર્ણન છે. અને તે વખતે પ્રચલિત અનેકવિધ તપસ્યાઓ કર્યાનું વર્ણન તે તેઓએ પિતે જ આપ્યું છે. એમાં તેઓએ પોતે જૈન પરમ્પરામાં દીક્ષા લેવાનું કોઈ પણ સ્થળે સ્પષ્ટ કર્યું નથી. અલબત્ત, તેમણે વર્ણવેલ પિતાના તપસ્યા અને આચારના અનુભવમાં કેટલીક તપસ્યા અને કેટલેક આચાર જૈન હોય એમ લાગે છે. બુદ્ધ ભગવાને પોતે તે જેન પરમ્પરામાં દીક્ષિત થયાનું નથી કહેતા પણ તેમના પછી લગભંગ પંદર વર્ષ બાદ લખાયેલ એક જૈન સામ્પ્રદાયિક ગ્રન્થમાં ગૌતમબુદ્ધતું જેના
વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પરમ્પરામાં દીક્ષિત થયાનું અલ્પ માત્ર વર્ણન છે. એ વર્ણનમાં પ્રત્યકાર ગૌતમ બુદ્ધને જૈન દીક્ષા છોડી નવીન મતના પ્રવર્તાવનાર તરીકે સામ્પ્રદાયિક કટાક્ષની ભાવનાથી ઓળખાવે છે.
જેન આચાર્યોની પેઠે વૈદિક વિદ્વાનોએ પણ તથાગત ગૌતમબુદ્ધને તેમના વૈદિક પરમ્પરા સામેના ક્રાન્તિકારી વિચારને લીધે નાસ્તિક તરીકે વર્ણવ્યા છે. ૧૮ તેમ છતાં જેમ જૈન આચાર્યોએ પિતાના સર્વસંગ્રાહક નયવાદમાં ગૌતમબુદ્ધના ક્ષણિક વાદને એક યરૂપે સમાવેશ કરી તે દર્શનને સમન્વય કર્યો છે, . ૧૫. આ માટે જુઓ, પુરાતત્વ, પુસ્તક બીજું, પુ. ૨૪–૨૫૭. બુદ્ધચરિત્ર લેખમાળા.
૧૬. આ માટે સરખાવો મઝિમનિકાયના મહસિંહનાદસૂત્રના પેરેગ્રાફ ૨૧ સાથે દશવૈકાલિકનું ત્રીજું તથા પાંચમું અધ્યયન.
૧૭. જુઓ, પરિશિષ્ટ, નં. ૨.
૧૮. જુઓ, આ લેખમાળાને પહેલે લેખ. પુરાતત્વ પુસ્તક છું, રશિષ્ટ ૧ તથા ૩. ૧૯ “ક રહ્યું હતું જે દિવસ સત્ત સુજોગવતપર ૩ વુિ પકવવા” કટા
–સંમતિક મૂળ, તૃતીયાકાંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org