________________
૧૧૫૮ ]
દર્શન અને ચિંતન છે, અને ચરિતવિભાગમાં શ્રીવિમલસૂરિકૃત પઉમરિય તથા આચાર્ય હેમચંદ્રનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર છે. દિગંબરીય સાહિત્યમાં એ વર્ણન માટે. પદ્મપુરાણ અને આદિપુરાણું મુખ્ય છે.
એ ગ્રંથમાંના બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિના વર્ણનને ટૂંક સાર આ પ્રમાણે છે.
(ક) આવશ્યકવૃત્તિ પિતાના ભાઈ એ પ્રવજયા લીધી છે એ જાણું ચક્રવર્તી ખિન્ન થયા. તેણે ધાર્યું કે હું વૈભવ આપું તો કદાચ તેઓ સ્વીકારશે. એમ ધારી વૈભવ ભેગવવા તેઓને પ્રાર્થના કરી, પણ જ્યારે તેઓએ ત્યક્ત ભેગને સ્વીકાર ન કર્યો ત્યારે ભારતે વિચાર્યું કે આ નિઃસંગ ભ્રાતૃમુનિઓને આહાર
૪. આ ગ્રંથના લેખક વિમલસૂરિને સમય હજી નિશ્ચિત થયો નથી. પ્રો. વાંકેબીનું કહેવું છે કે તે ચોથા સૈકાથી જૂના નથી. [ જો કે ગ્રંથકારના લખ્યા પ્રમાણે તેઓ વિક્રમના પહેલા સૈકામાં થએલા હોવા જોઈએ. ] પદ્મપુરાણ એ પહેમચરિયનું અનુકરણ છે એમ કેટલાક માને છે. એ મંતવ્ય સાચું હોય તો પદ્મપુરાણના લેખક રવિણુ, જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થયા છે તે, પહેલાં પઉમરિયના કર્તા વિમલસૂરિ ક્યારેક થયા હોવા જોઈએ.
૫. આ ચરિત્રગ્રંથમાં આચાર્યો ગેસઠ મહાન જૈન પુરુષોનાં જીવન આલેખેલાં છે, તેથી તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહેવાય છે.
૬. આ ગ્રંથના લેખક દિગંબરાચાર્ય રવિણ છે જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થઈ ગયા છે. તે વિશે જુઓ વિદુનમાજા (નાથુરામજી પ્રેમી લિખિત) પૃ. ૪૩.
' છે. આ ગ્રંથ દિગંબરાચાર્ય જિનસેનનો બનાવેલ છે જેઓ વિક્રમના નવમા સૈકામાં પ્રસિદ્ધ જૈન રાજા અમેઘવર્ષના સમકાલીન હતા. આદિપુરાણ એ મહાપુરાણને પૂર્વ ભાગ છે. તેને ઉત્તરભાગ ઉત્તરપુરાણ છે. આદિપુરાણમાં શ્રી ઋષભદેવજીનું વર્ણન છે, ઉત્તરપુરાણમાં બાકીના તીર્થકરોનું
ઉત્તરપુરાણ ગુણભદ્રસ્વામીએ રચ્યું છે. ભદ્રારક જિનસેનના શિષ્ય હતા અને તેમને સમય વિક્રમને નવમો સંકે ગણવામાં આવે છે. જિનસેન અને ગુણુસેન સ્વામીના સમય, ગ્રંથ આદિ વિશે વધારે માહિતી મેળવવા ઇચ્છનારે નિમારમે પહેલે ભાગ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org