SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૫૫ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા. એમાં નિર્યુક્તિ એ પ્રાચીન છે. નિયુક્તિના કર્તા આચાર્ય ભદ્રબાહુ મનાય છે. તેઓ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના સમકાલીન હતા. એ સમય એટલે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા પછી સમય. આ વખતે પ્રથમની પરિસ્થિતિ સંપૂર્ણપણે રહી ન હતી. એ સમયમાં સિદ્ધાંત સ્થાપનના કાર્ય સાથે પ્રથમ સ્થપાયેલ સ્વપક્ષના રક્ષણનું કાર્ય પણ આવી પડયું હતું અને તેટલા જ માટે વિરોધી પક્ષની હરીફાઈમાં ઊતરવાનું અને બનતે પ્રયત્ને તેને પરાસ્ત કરવાનું કાર્ય પણ ઉપસ્થિત થયું હતું. રાજસભામાં જવાને અને રાજાશ્રયમાં પક્ષની સલામતી જોવાનો પરાશ્રયી પ્રસંગ સહુને સમાન રીતે પ્રાપ્ત થયો હતો. પરપના વિજયમાં જ સ્વપક્ષનું તેજ છે એમ માનવા અને મનાવવાની પરાવલંબી પ્રથા બધા સંપ્રદાયમાં શરૂ થઈ હતી. વિરાધીમંત ધરાવનાર વ્યક્તિ કે સમૂહની અવમાનના થાય એવા ભાવ અને પ્રવૃત્તિનો જન્મ થઈ ગયો હતો. તત્કાલીન કેઈ પણ સંપ્રદાય એ પરિસ્થિતિથી મુક્ત ન હતો; જોકે હજી મધ્યકાળની સાંપ્રદાયિક કટુકતા દાખલ થઈ ન હતી. તથાપિ સ્વપટ્ટરાગ અને તજજન્ય પર પક્ષદ્વેષનું વિરલ પણ ચોકકસ વાતાવરણ તૈયાર થયું હતું. આ વાતાવરણને પ્રતિઘોષ આપણે નિર્યુક્તિમાં જોઈએ છીએ. નિયુક્તકાર શ્રી ભદ્રબાહુ મહાવિદ્વાન અને તપસ્વી હતા, છતાં સાંપ્રદાયિકતાના ઝેરી વાતાવરણથી છૂટવું તેઓને પણ કઠણ થઈ ગયું હોય તેમ તેઓની નિર્યુક્તિ જોતાં લાગે છે. તેઓની સામે અનેક પ્રતિપક્ષો હતા, જેમાં બૌદ્ધ દર્શન અને વૈદિક દર્શનની તત્કાલીન છૂટી પડી વિરોધી બનેલી શાખાઓ પણ હતી. આ પ્રતિપક્ષીઓમાં મુખ્ય બૌદ્ધ, યાજ્ઞિક, સાંખ્ય, વૈશોપિંક અને આછવક પંથ હતા. નિતિમાં ભરત ચક્રવર્તી દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપના, બ્રાહ્મણને દાન આપવાની શરૂ થયેલી પ્રથા અને અસલી આર્યવેદની રચના થયાનું જે વર્ણન છે તેમ જ સાંખ્ય અને વૈશેષિક દર્શન વગેરેની ઉત્પત્તિને જે સંબંધ વર્ણવવામાં આવ્યો છે તેમાં તે વખતની સાંપ્રદાયિકતાને પડ હોય તેમ લાગે છે. નિર્યુક્તિમાં જે છૂટાછવાયાં સાંપ્રદાયિકતાનાં બીજે નજરે પડે છે અને જે આગળ જતાં ચરિતસાહિત્યમાં વૃક્ષ અને મહાવૃક્ષનું રૂપ ધારણ કરે છે તે જ બીજે ભાષ્ય, ચૂર્ણિ અને ટીકામાં અનુક્રમે અંકુરિત થતાં અને વધતાં આપણે જોઈએ છીએ. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની સાંપ્રદાકિતાસૂચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy