SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગદર્શન [ ૧૧૪૭ ક્ષપણુક–હે કાપાલિક! એથી જ હું કહું છું કે કઈ ઇન્દ્રજાળિયાએ ભાયા બતાવી તને ઠગે છે. કાપાલિક–હે પાપ ! ફરી પણ પરમેશ્વરને ઈન્દ્રજાલિક કહી આક્ષેપ કરે છે ? તેથી આનું દુષ્ટપણું સહન કરવું એગ્ય નથી. (તરવાર ખેંચીને) તે ખૂબ સારી રીતે આના આ વિકરાળ તરવારથી કાપેલ ગળાની નાળમાંથી નીકળતા ફીદાર અને પરપોટાથી ભરેલા લેહીથી ડભડમ કરતા ડમના ખડખડાટથી આવાન કરાયેલ ભૂતવર્ગોની સાથે મહાભેરવીને તપણુ આપું છું. (એમ કહી તરવાર ઉગામે છે.) ક્ષપણુક–(ભયથી) હે મહાભાગ! અહિંસા એ પરમધર્મ છે. (એમ કહી. ભિક્ષુના ખોળામાં ગરી જાય છે.) ભિક્ષુ—(કાપાલિકને વાર) હે ભાગ! કુતૂહલમાં થયેલ વાફકલહમાત્રથી. એ બિચારા ઉપર પ્રહાર કરે ચોગ્ય નથી. (કાપાલિકા તરવાર પાછી ખેંચી લે છે.) “ક્ષપણુક –(આશ્વાસન મેળવી) મહાભાગે એ પ્રચંડ ક્રોધાવેશને શમાવ્યો હોય. તો કાંઇક પૂછવા ઈચ્છું છું. કાપાલિક–પૂછ. ક્ષપણુક-તમારે પરમ ધર્મ સાંભળે. હવે સુખ અને મેક્ષ કે છે? કાપાલિક–સાંભળ. ક્યાંય પણ વિષય વિના સુખ નથી જોયું. આનંદાનુભવ વિનાની છવદશારૂપ પાષાણુ જેવી જડ મુકિતને કોણ ચાહે? મુક્ત પુરુષ પાર્વતી જેવી સુંદર સ્ત્રી વડે સાનંદ આલિંગન પામી ક્રીડા કરે છે. એમ ચંદ્રશેખર ભવાનીપતિએ ભાખ્યું છે. ભિક્ષ–હે મહાભાગ! સાગને મુક્તિ એ વાત શ્રદ્ધા કરવા જેવી નથી. ક્ષપણુક – હે કાપાલિકા જે ગુસ્સે ન થા તે કહું છું શરીરધારી અને રાગી મુક્ત થાય એ પરસ્પર વિરુદ્ધ છે. કાપાલિક–મનમાં અયે ! આ બન્નેનું મન અશ્રદ્ધાગ્રસ્ત છે. માટે આમ થવા દે. (ખુલ્લું) હે મહે! જરા આ તરફ. (ત્યાર બાદ પાલિનીનું રૂપ ધારણ કરતી શ્રદ્ધા પ્રવેશે છે.) કરણ—હે સખિ જે, જે! રજની પુત્રી શ્રદ્ધા. જે આ શોભતાં નીલકમલ નાં જ્યાં લોચનવાળી, મનુષ્કાસ્થિની માળાથી ભૂષિત, નિતંબ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy