SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન દાસ છું. આગ શમાવો. હું તમારી વૃત્તિ અને શાસન ફરી સ્થિર કરી આપું છું. મારું વચન અન્યથા નહિ થાય. જે થાય તે બ્રહ્મહત્યા આદિનાં મહાપાપે મને લાગે. રામ અને બ્રાહ્મણો વિશે મારી ભક્તિ સ્થિર છે. તે વખતે બ્રાહ્મએ દયા કરી જમણું પડીકી નાખી એટલે બધું શાંત થયું, અને બળી ગયેલ બધી વસ્તુઓ ફરી હતી તેવી થઈ ગઈ. આથી રાજા અને પ્રજા પ્રસન્ન થયાં. દરેકે વૈવધર્મ સ્વીકાર્યો. બ્રાહ્મણોને નવીન ફરમાને રાજાએ કરી આપ્યાં. કૃત્રિમ શાસ્ત્રના પ્રવર્તક વેદબાહ્ય પાખંડીઓને કાઢી મૂક્યો. પહેલાં જે ૩૬૦૦૦ ગાભુ થયા હતા તેમાંથી અઢવીજ વાણિયા થયા. એ બધાને રાજાએ દેવ-બ્રાહ્મણની સેવા માટે મુકરર કર્યો. તેઓ પાખંડધર્મ છોડી પવિત્ર વૈષ્ણવ બન્યા પછી ક્રમે ક્રમે ત્રવિદ્યા અને ચાતુર્વિઘ જાતિને રાજાએ ભેદ નક્કી કરી દરેકને જુદા જુદા નિમે સ્વીકારાવ્યા. જે ગોભુજ શહો જૈન થયા ન હતા અને બ્રાહ્મણભક્ત હતા તેઓ ઉત્તમ ગણાયા અને જેઓએ જેને થઈને રામનું શાસન લેપ્યું હતું તેઓ દિજસમાજમાં બહિષ્કૃત ગણાય. રાજા કુમારપાળે પેલા ૧૫૦૦૦ બ્રાહ્મણો જેઓ રામેશ્વર ગયા ન હતા તેઓને વૃતિહીન કરી ગામ બહાર રહેવાનું ફરમાવ્યું. રાજાએ કહ્યું, પાખડીએના સંસર્ગથી થયેલું મારું પાપ તમારા પ્રણામથી નાશ પામે. હે વિ ! તમે પ્રસન્ન થાઓ. એ સાંભળી સૈવિઘ વિ બોલ્યા-થવાનું જરૂર થાય છે. નીલકંઠ પણ નગ્ન થયા. મોઢવંશજ ઐવિદ્યા અને ચાતુર્વિધ એ રીતે થયા. ચાતુર્વિઘો સુખવાસક ગામમાં રહ્યા. (સ્કંદપુરાણ ૩ બ્રહ્મખંડ, અ. ૩૬-૩૦-૩૮ બંગાળી આવૃત્તિ) ભાગવત અહત રાજા પાખંડી નીવડશે. કેક, બેંક, કુટક દેશમાં અહંત નામનો રાજા રાજ્ય કરવાનું છે. તે રૂષભદેવનું આશ્રમાતીત પરમહંસય જીવન સાંભળશે. તેને તે અભ્યાસ કરશે. કળિયુગના પ્રભાવથી તેની બુદ્ધિ બગડશે અને તે નિર્ભય સ્વધર્મ છેડી સ્વબુદ્ધિથી પાખંડી મતને પ્રચાર કરશે. કળિયુગમાં પહેલેથી બુદ્ધિ તે બગડેલી હેય જ, ને તેમાં વળી આ રાજા અધમને પ્રસાર કરવા મંડે એટલે અર્થાત જ લેકે વર્ણાશ્રમ ગ્ય આચાર છોડી દેશે. અને દેવોને અપમાન પહોંચાડનાર કામ કરશે; જેમ કે સ્નાન-આચમન ન કરવું, ગંદા રહેવું, લેચ કરે અથવા વાળ કાપવા વગેરે હલકાં કામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy