________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૩૭ રાજા–અહિંસા એ પરમ ધર્મ, પરમ તપ, જ્ઞાન અને પરમ ફલા છે. સૂક્ષ્મ અને સ્કૂલ બધા કીટ, પતંગ આદિ પ્રાણીઓમાં જીવ સમાન જ છે. હે વિપ્રો! તમે હિંસક પ્રવૃત્તિ શાને કરે છે ? એ વચન સાંભળી બ્રાહ્મણ ગુસ્સે થયા અને આંખ લાલ કરીને બોલ્યા –હે નૃપ ! અહિંસા પરમ ધર્મ છે, એ તે તેં સાચું કહ્યું, પણ વેદવિહિત હિંસા હિંસા નથી એવો નિર્ણય છે. શસ્ત્રથી જે હિંસા થાય છે તે જ જંતુઓને પીડાકારી છે. અને તેથી તે હિંસા અને અધમ કહેવાય છે, પણ શસ્ત્રો વિના વેદમંત્રથી જ્યારે પ્રાણએને મારવામાં આવે છે ત્યારે તે સુખદાયી હોવાથી અધર્મ નથી. વૈદિક હિંસા કરવાથી પાપ લાગતું નથી.
રાજ~-બ્રહ્માદિ દેવેનું આ અનુપમ ધર્મક્ષેત્ર છે. પણ અત્યારે એ દેવે અહીં નથી. તમે કહેલે ધર્મ પણ અહીં નથી. જે રામને દેવ કહે છે તે તે માણસ હતો. જેને તમારા રક્ષણ માટે મૂકેલે તે લંબપુરસ્ક (હનુમાન)
ક્યાં છે? જે તમને મળેલું શાસન મારા જેવામાં નહિ આવે તો હું તેને પાળનાર નથી. બ્રાહ્મણે ગુસ્સે થઈ બોલ્યા : “હે મૂઢ! તું ઉન્મત્ત થઈ આ શું બેલે છે ? દેના વિનાશ અને ધર્મના રક્ષણ માટે રામે ચતુર્ભુજ મનુષ્યરૂપ. લીધું હતું.
રાજા–“એ રામ અને હનુમાન કયાં છે? જે હોય તે તમારી મદદે, આવે. રામ, લક્ષ્મણ કે હનુમાનને બતાવો. તેઓના હોવાની કોઈ સાબિતી આપે.
બ્રાહ્મણે બેલ્યા–હે નૃપ ! અંજની સુતને દૂત કરી રામદેવે ૧૪૪ ગામ આપ્યાં. ફરી આ સ્થાને આવી ૧૩ ગામ આપ્યાં અને ૧૬ મહાદાને આપ્યાં તેમજ ૫૬ બીજા ગામે પણ સંકલ્પ કર્યો. ૩૬૦૦૦ ગભૂજ થયા. સવાલાખ વાણિયા થયા, જેની માંડલિય સંજ્ઞા હતી.”
રાજા બોલ્યા : “મને હનુમાન બતાવો કે જેના એધાણથી હું તમને પૂર્વ સ્થિતિમાં મૂકું. જે હનુમાનની ખાતરી આપશે તે વેદધર્મમાં રહેશે, નહિ તે જનધમ થવું પડશે.” એ સાંભળી બધા બ્રાહ્મણ ખિન્ન મને ઘેર આવ્યા, અને એક મેળાવડે કર્યો, જેમાં બાળ, યુવાન, વૃદ્ધો બધાં હતાં. તેમાંથી, એક વૃદ્ધે કહ્યું કે “આપણે બધા વર્ગોમાંથી એક એક મુખિયાએ મળી, નિરાહાર વ્રત, રામેશ્વર સેતુબંધે જવું; ત્યાં હનુમાન છે, ત્યાં જઈ જપ કરવો, એટલે રામચંદ્ર મહેર કરી આપણ બ્રાહ્મણોને અચલ શાસન આપશે. જે વર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org