________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧ર૭ - ઋષિઓ–હે સૂત! એ પ્રજાપાલનપરાયણ ધાર્મિક બ્રાહ્મણ શ્રેષ્ઠ વેનની પાપબુદ્ધિ કેમ થઈ તે કહે.
સત— વિ! સુખે જે શાપ આપેલ તે કેમ ટળે? તે શાપથી તેણે જે પાપાચાર સેવ્યો તે હું કહું છું. સાંભળે. વેન ધમપૂર્વક પ્રજાપાલન કરતા હતા. તેવામાં એક માયાવેશધારી પુરુષ આવ્યો. જે મે કદાવર, નગ્નરૂપધારી, સિતમુંડ, મુંડલા માથાવાળે. મયૂરપિચ્છની માર્જની બગલમાં રાખતા, હાથમાં નાળિયેરનું પાનપાત્ર ધારણ કરતે, વેદશાસ્ત્રને દૂષિત કરનાર અને મચ્છાશાસ્ત્રને () પાઠ કરે એવો હતો. તે પાપી પુરુષ વેનની સભામાં જલદી દાખલ થશે. તેને જોઈ તેને કહ્યું, આવા રૂપને ધારણ કરનાર તું કોણ છે અને મારી સભામાં કેમ આવ્યો છે? આ તારે વેશ કયા પ્રકાર છે? તારું નામ શું? તારાં ધર્મ અને કર્મ શું છે? તારે ક વેદ, આચાર, શી જાતિ, શું જ્ઞાન, શે પ્રભાવ, અને ધર્મરૂપ સત્ય શું છે ? આ બધું મારી આગળ યથાર્થ રીતે કહે. વેનનું એ વચન સાંભળી તે પાપ પુષ બે –વેન ! તું ખેરેખર વ્યર્થ રાજ્ય કરે છે. હું ધર્મનું સર્વસ્વ છું, હું દેવને સવિશેષ પૂજ્ય છું. હું જ્ઞાન છું. હું સત્ય છું. હું સનાતન ધાતા છું. હું ધર્મ છું. હું મોક્ષ છું. હું સર્વદેવમય છું અને બ્રહ્મદેહથી ઉત્પન્ન થયેલ હું સત્યપ્રતિજ્ઞ છું; એમાં કાંઈ ફેર નથી. મારું રૂપ એ જિનનું સ્વરૂપ છે, ને સત્યધર્મનું કલેવર છે. જેનું જ્ઞાનતત્પર યોગીઓ બાન કરે છે.
વન–તાર ધર્મ કેવો છે? દર્શન કેવું અને આચાર કેવો છે તે બધું કહે.
પાપપુરુષ–જેમાં અહંત દેવતા, નિન્ય ગુરુ, અને દયા પરમ ધર્મ છે. તેથી મેક્ષ પમાય છે. હવે હું આચાર કહું છું. એમાં યજનયાજન કે વેદાધ્યયન નથી, સંધ્યા-તપ નથી, દાનમાં સ્વધા સ્વાહા મંત્ર નથી, હવ્યકવ્યાદિક નથી, યજ્ઞાદિક ક્રિયાઓ નથી, પિતૃતર્પણ એટલે શ્રાદ્ધ નથી, અતિથિ નથી, વૈશ્વદેવ કર્મ નથી, કૃષ્ણપૂજા નથી. માત્ર તેમાં અરિહંતનું ધ્યાન ઉત્તમ મનાય છે. આ બધું જૈન ધર્મનું સ્વરૂપ મેં તને કહ્યું.
વન–જ્યાં વેદકથિત ધર્મ જેમ કે યજ્ઞાદિક ક્રિયા કે પિતૃતર્પણ, વિશ્વ દેવિકર્મ, દાન તપ વગેરે નથી, તે તેમાં ધર્મનું લક્ષણ શું? દયાધર્મ કેવો છે ? એ બધું તું મારી સમક્ષ સ્પષ્ટ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org