________________
૧૧૨૪ ]
દર્શન અને ચિંતન સામે આવી ઊભા અને નમ્યા. એ પ્રણત ભૂતગણોને હરિએ (વિષ્ણુએ કહ્યું કે દત્યનાં ત્રણ પુરને તોડી, કેડી, બાળી પછી તમે આવ્યા તેમ પાછા જઈ શકે. વિષ્ણુ શિવને પ્રણામ કરી ગણે સામે જોઈ વિચારમાં પડશે કે શું કરીશું ? તે નું બળ તોડી દેવકાર્ય શી રીતે સાધીશું? કારણ કે ધાર્મિક નાશ અભિચાર કર્મથી થઈ શકે નહિ. એ ત્રિપુરવાસી બધા દે તે ધર્મિષ્ઠ જ છે, અને તપોધન બળથી જ અવધ્ય બનેલા છે. ગમે તેટલું મહત્વ પાપ કર્યું હોય છતાં જો શિવપૂજન કરવામાં આવે તે તે પાપ જતું રહે છે. શિવપૂજાથી મોટી ભોગસંપત્તિ મળે છે. એ બધા દે લિંગપૂજાપરાયણ હોવાથી વૈભવશાળી થયેલા છે. તે માટે હું મારી માયાથી ધર્મમાં વિદ્ધ કરીને તેઓના વિનાશ માટે ત્રિપુરને ધ્વંસ કરીશ. આ પ્રમાણે વિચારી ભગવાન વિષ્ણુએ દેના ધર્મમાં વિન નાખવા માટે નિશ્ચય કર્યો. જ્યાં સુધી વેદધર્મ, લિંગપૂજા, શ્રુતિવિહિત સ્નાન, દાન આદિ ધર્મ કૃત્ય રહેશે, ત્યાં સુધી તેઓને નાશ થવાને જ નથી–એવા નિશ્ચયથી વિષ્ણુએ દેવને પિત પિતાને સ્થાને જવાની રજા આપી. અને પોતે સર્વ પાપ વિનાશકારક એવા દેવકાર્ય માટે વિધિ આરંભ્યા. એ વિધિ શી તે હવે સાંભળે.
સૂત–મહાતેજસ્વી માયાવી વિષ્ણુએ તે દેના ધર્મમાં વિદ્ધ નાખવા માટે માયામય એક પુરુષ પિતાના દેહમાંથી સ; જે માથે મુંડે, મલિન વસ્ત્રવાળા, કુંડીપાત્રયુક્ત થઈ હાથમાં પૂજણને ધારણ કરતા અને પગલે પગલે તે પૂજણને ફેરવ તેમ જ વસ્ત્રયુકત હાથને નિરંતર મેઢા ઉપર. રાખત અને ધર્મ (ધર્મલાભ) બેલતે વિષ્ણુને નમસ્કાર કરી ઊભો રહ્યો. ઉક્ત રૂપવાળા તે માયામય પુરુષે હાથ જોડી વિષ્ણુને કહ્યું કે હે અરિહનું ! હે પૂજ્ય ! ફરમાવે, મારું શું કર્તવ્ય છે? એ સાંભળી વિષ્ણુએ કહ્યું કે હે પુરુષ ! જે કાર્ય માટે મેં તને સર્યો છે, તે કહું છું; બરાબર સમજી લે. તું મારા શરીરથી ઉત્પન્ન થયેલ હોવાને લીધે તારે મારું જ કામ કરવું તે યોગ્ય છે. તું મારે પિતાને છે, તેથી હંમેશાં પૂજય બનીશ. હે માયામય પુરુષ ! આ માયાવી શાસ્ત્રો તું લે. એ શાસ્ત્ર ૧૬૦૦૦ પ્રમાણ છે. શ્રૌતમાર્તવિરુદ્ધ અને વર્ણાશ્રમવ્યવસ્થા વિનાનું છે, આજ લેકમાં (પરલેકમાં નહિ) વર્ગ અને નરક હેવાનો વિશ્વાસ કરાવે તેવું છે, તેમ જ ભ્રષ્ટ અને કર્મવાદયુક્ત છે. આ શાસ્ત્ર તારાથી વિસ્તાર પામશે. અને હું તને સામર્થ્ય આપું છું તેથી તું નવું પણ રચી શકીશ. વશ્ય અને અવશ્ય કરનારી અનેક માથાઓ, રેધન (આવિર્ભાવ-તિભાવ), ઈનિષ્ટપ્રદર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org