________________
સાંપ્રાયિકતા અને તેના પુરાવાઓનું' દિગ્દર્શન
[ ૧૧૧૯
જૈન અને બૌદ્ધની ઉત્પત્તિ તથા પ્રચાર વિષે જે યુક્તિ અનેક પુરાણામાં વારંવાર વિવિધ રૂપે કામમાં લીધી છે તે જ યુક્તિનેા આશ્રય ચોથા પ્રસંગમાં કરેલા છે. એટલે વૈષ્ણવધર્મ થી ખળવાન બનેલા દૈત્યોને નિષ્ફળ અનાવવા વિષ્ણુના આદેશથી રશૈવ ધર્મનું પાખંડ ચલાવ્યાનું અને અનેક તામસ પુરાણ, સ્મૃતિ અને દા રચ્યાનું તેમાં
વન છે.
પદ્મપુરાણમાં છેલ્લા બે પ્રસ ંગેામાં વિષ્ણુ સિવાયના બ્રહ્મા, રુદ્ર આદિ દેવાનું નિકૃષ્ટપણું તથા વૈષ્ણવ ઉપાસના સિવાયના ખીજા વૈદિક સંપ્રદાયાનું પાખડીપણું' સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. તેમ જ વૈષ્ણુવ ન હોય તેવા બ્રાહ્મણ સુધ્ધાં સાથે સંભાષણ કે દર્શન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.
૭. સ્કંદપુરાણમાં માઢ, ત્રિવેદી અને ચતુર્વેદીનો ઇતિહાસ આપવાના પ્રસંગમાં કાન્યકુબ્જના નરપતિ આમ તથા મોઢેરાના સ્વામી કુમારપાળ વચ્ચે સબંધ જોડેલા છે અને એ બે રાજાઓને જૈનધર્માંના પક્ષપાતી અને બ્રાહ્મણ ધર્મના દૂષી રૂપે ચીતર્યો છે. એ ચિત્રણને 'ધબેસતું કરવા માટે પૂર્વાપર વિરુદ્ધ અનેક કહિત ઘટનાઓ આલેખી છે.
૮. ભાગવતમાં કાંક, વેક અને કુટક દેશના રાજા અહંતે પાખંડ ધર્મ સ્વીકારવાની અને કલિયુગમાં અધર કૃત્ય કરવાની ભવિષ્યવાણી છે.
૯. રૂમ પુરાણમાં બૌદ્ધ, જૈન, પાંચરાત્ર, પાશુપત, આદિ અનેક સ'પ્રદાયો પાખંડી હોવાનું તથા તેને પાણી સુધ્ધાં પણ ન આપવાનું કઠેર વિધાન છે.
પુરાણના નમૂનાઓની ટૂંકામાં ટ્રૅટંકી રૂપરેખા જાણી લીધા પછી તે
૧. ભાગવત સંપ્રદાય કે ભક્તિમાર્ગનું પ્રાચીન એક નામ પાંચરાત્ર છે. પણ પાશુપત એ શૈવ સંપ્રદાયનુ એક પ્રાચીન નામ છે. પાંચરાત્ર તથા પાશુપત વિષે વધારે માહિતી મેળવવા નિારે દુર્ગાશ’કર કેવલરામ સાસ્ત્રીલિખિત “વૈષ્ણવ ધમ ને સંક્ષિપ્ત ઇતિહાસ” તથા “શૈવધર્મના સંક્ષિપ્ત ઈતિહાસ” તેમ જ નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “ હિન્દુ તત્ત્વજ્ઞાનના તિહાસ ભાગ ૨ જો ” જોવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org