SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૪ ] દર્શન અને ચિંતન વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર સુધીમાં જૈન ન્યાયને આત્મા જેટલે વિકસિત થયો હતો, તે પૂરેપૂરે ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે, અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગે પૂર્યા છે કે જેનાથી મુદિતમના થઈ આપઆપ એમ કહેવાઈ જાય છે કે પહેલા ત્રણ યુગનું અને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી, તે ઉપર નાનામોટા અનેક જૈન ન્યાયના ગ્રંથ લખ્યા. તેઓએ જૈન તર્કપરિભાષા જે જેન ન્યાયપ્રવેશ માટે લધુ ગ્રંથ રચી જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને નકભાષાની ખોટ પૂરી પાડી. રહસ્યપદાંક્તિ એક આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક સ્ત્રી જૈન ન્યાય-વાલ્મયમાં તૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી. નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતરંગિણી સહિત નોપદેશ, સ્યાદાદકલ્પલતા, ન્યાયાલેક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્ત્રીટીકા આદિગ્રંથ રચી જૈન વાય વાડ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ્ જેવા ગ્રંથોથી જૈન ન્યાય વાલ્મયને ગીતા, ગવાસિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ . થોડામાં એટલું જ કહેવું બસ છે કે વૈદિક અને બૌદ્ધ સાહિત્ય દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સાબે હવે, લગભગ તે બધા ઉત્કર્ષને આસ્વાદ જૈન વાને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતીત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેને લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે. ઉપસંહાર આ લેખમાં જૈન ન્યાયના વિકાસક્રમનું માત્ર દિગ્દર્શન અને તે પણ અધૂરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમય, તેઓની કાર્યાવલિ વગેરેનો ઉલ્લેખ જરાયે નથી કર્યો. તેવી જ રીતે તેના સંબંધમાં જે કાંઈ ડું ઘણું લખ્યું છે, તેની સાબિતી માટે ‘ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈત અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એક જ છે. આચાર્યોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249269
Book TitleJain Nyayano Kramik Vikas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Logic
File Size223 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy