SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુનો પરિચય [ ૮૮ હેતુબિન્દુટીકાના મુદાણમાં s અને T પ્રતિઓના પત્રાંકે [ ] આવા કાષ્ઠકમાં આપ્યા છે, અને આલેકના મુદ્રણમાં P પ્રતિના પત્રાંકે પણ તેવા જ કેષ્ઠિકમાં આવ્યા છે. a' પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે “b” તેની બીજી બાજુ સૂચવે છે. મુદ્રણમાં હતુબિન્દુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ 1 પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ 1 માં નથી, પણ અમે એ ચારે ભાગેનું વિષયાનુરૂપ નામકરણ કર્યું. છે. એ પણ ફેર નેંધવો જોઈએ કે અમારું વિષયાનુરૂ૫ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે આ પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણે તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે. આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજા પણ અનેક શીર્ષ કે તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષયને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કર્યો છે. આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટ જોડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિન્દુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામે આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાત વિશેષ નામે છે. ત્રીજામાં ટીકાગત અવતરણ અને ચેથામાં દાર્શનિક શબ્દ છે. પાંચમા પરિશિષ્ટમાં આલેક અનુટીકાત વિશેષ નામે છે અને છક્કામાં આકગત અવતરણે છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાન્તરને આધારે તેમ જ ટીકા અને અનટીકામાં આવેલ પ્રતીકોને આધારે નિષ્પન્ન થઈ શક્યો તે મૂળ હેતુબિન્દુ પાઠ આપવામાં આવ્યું છે. અને શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે. [૨] ગ્રન્થકારે ૧. ધર્મકીર્તિ પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રન્થ હેતુબિન્દુ છે. તેને કર્યો છે ધમકીર્તિ. ધમકીર્તિનું જીવન કેઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકોમાં મુખ્ય છે બુસ્તન (Buston) અને લામા તારાનાથ. 1. History of Buddhism (Chos-hbyung) by Buston-Materialien zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E, Obermiller. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy