SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુના પરિચય [ ૧૧ શિશપાલ જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હાય સાં તાદાત્મ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યાંથી વિષે જેવા કારણનું અનુમાન થતુ ડ્રાય ત્યાં કાય કારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યો છે. ક્રાઈ કૂળમાં રૂવિશેષથી રસવિશેષતુ અનુમાન કરે છે, ત્યાં ઔદ્વેતર પર પરાએ સાહચય સંબંધ માની વ્યાપ્તિ ટાવે છે, અને કૃત્તિકાના ઉદ્દય જોઈ શકટ નક્ષત્રના ઉદ્યનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ટાવે છે. આવાં બધાં જ સ્થાએ દિનાગ અને તેના અનુયાયી ધમકીર્તિ તાદાત્મ્ય અગર તદુત્પત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ સિદ્ધ કરવા હાય ત્યાં પણ તેઓ સાક્ષાત કે પરંપરાથી તાદાત્મ્ય ને તદ્રુપત્તિનો જ નિયમ બટાવી સ્પષ્ટ ધોષણા કરે છે કે " कार्यकारणभावाद्वा स्वभावाद्वा अविनाभावनियमो दर्शनान्न न S Jain Education International नियामकात् । दर्शनात् ॥ " આ જ મુદ્દાને ધતિ એ હતુબિન્દુમાં સવિશેષે સ્પર્ષોં છે. હેતુબિન્દુમાં હેતુનુ લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપે વર્ણવાયેલાં છેઃ પક્ષમાં સત્ત્વને નિયમ, સપક્ષસત્ત્વ અને વિવક્ષાસત્ત્વ. આ ત્રણ રૂપે તર્ક શાસ્ત્ર જેટલાં તેા જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિશ્નાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોક્કસ નિણૅય ન હાય. વસુક્ષ્મ એ પણ ત્રૈપ્ય સ્વીકાર કર્યો છે. (જુએ ન્યાયવા. પૃ. ૧૩૬, તાપ. પૃ. ૨૯૮) સાંપ્યકારિકાની માઠેરવ્રુત્તિમાં પણ એ જ ત્રણ રૂપા ગણાવ્યા છે. તર્કશાસ્ત્ર અને માારવૃત્તિ ખન્નેના ચીની અનુવાદ પરમાથે કરેલા છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જોકે રૂપાની સખ્યા ગણાવી નથી, પણ હેતુસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપે! જ માન્ય હરો. આ ત્રણ રૂપમાં ઉમેશ કરી પાંચ રૂપ માનનાર અને છ રૂપ માનનાર ક્રાણુ કાણુ છે તે ચોક્કસ થતું નથી, પણ ધર્માંકાંતિ એ પાંચ અને છ રૂપનુ ખંડન કર્યુ” છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધાતિ વચ્ચે. ના સમયમાં કયારેક પાંચ અને છ રૂપની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપર પરા અન્યથાનુપપત્તિને જ હેતુનુ એક સ્વરૂપ માને છે. એના સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર (કા. ૨૨)માં છે. ધમકીતિ એ જૈનસ મત એકરૂપનું ખંડન નથી કર્યું; એનું કારણ ગમે તે હાય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને For Private & Personal Use Only -પ્રમાળા. ૩, ૩. www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy