SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુનો પરિચય [૮૮૫ પત્રમાં આટલે બધે પાઠભેદ ભાગ્યે જ સંભવે. બીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિબેટન ભાષાન્તર સાથે પ્રસ્તુત પ્રતિને પાઠ સરખાવ્યો છે તે ટિબેટન ભાષાન્તર સાથે આ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિબેટન ભાષાન્તર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કોઈ એક જુદી જ નકલ હોવી જોઈએ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર ક્યાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કઈ બીજી પ્રતિ પણ સાથે હેવી જોઈએ, અને આ રીતે હેતુબિન્દુટીકાની અનેક પ્રતિઓ લખાઈ જ્યાંત્યાં ફેલા પામતી અને સંગ્રહાતી હોવી જોઈએ. અમારું આ અનુમાન બીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રન્થમાં અને પાટણ જેવા ગુજરાતના અનેક શહેરમાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રન્થમાં હેતુબિટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિએટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાન્તરે થયાં છે.? - પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫ ને અંક સ્પષ્ટ છે. (જુઓ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્દગત શ્રી. સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરી છે. તદનુસાર તે અંક વિક્રમ સંવત ૧૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાહુતિની તિથિ રવિવાર માગસર વદિ ૭ છે. લેખકની પ્રશસ્તિને એક પ્લેક ગુમ થયે છે અને બીજો અધૂરે છે, તેથી લેખક પરિચય મળતું નથી. પ્રસ્તુત પ્રતિ પં. અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ બ્લેક ઓછાવત્તે અંશે ઝુતિ છે (પૃ. ૨૨૯). પં. અભયકુમાર એ કોઈ સાધુ જ છે તે વિશે તે શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્મા કહેલ છે. આ બ્રહ્માણગચ્છીય પં. અભયકુમારને વિશેષ પરિચય સુલભ નથી. પ્રસ્તુત પ્રતિની લિષિ છે તે દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂર્વદેશીય દેવનાગરી છે. તેને સરળતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ ૧. જુઓ આગળ હેતુબિનને પ્રભાવ અને ઉપયોગ એ મથાળાનીચેનું લખાણ, ૨. જુઓ તેમના કેટલેગની પ્રસ્તાવના, પૃ. ૪૨. ૩. મારવાડમાં જે વરમાણું ગામ છે તેના ઉપરથી બ્રહ્માણ ગચ્છનામ પડેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy