SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુને પરિચય [ ૮૯ ઉત્થાનરૂપે અર્ચન્ટના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતે લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અચંટના મંતવ્યથી તે જુદો પડી પિતાનું સ્વતંત્ર ભવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠમાં વિચારવાતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદે પણ પડે છે, એ જ વિચારસ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે. દુર્વેકને સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમા સૈિકાના પૂર્વાર્ધ સુધી તે માનવો જ જોઈએ, કેમકે તે દીપંકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિને વિદ્યાશિષ્ય હતું અને જિતારિ તેમ જ જ્ઞાનથી બન્ને દશમ શતકના અંતિમ પાદમાં તે હતા જ. વળી દુક મિત્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે. [૩] ગ્રન્થ પરિચય ૧, હેતુબિન્દુ પ્રસ્તુત હેતુબિન્દુને પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિન્દુ અને બીજા પ્રત્યે ર તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધમકીર્તિના ગ્રન્થમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિને એતિહાસિક પરિચય પૂર્ણપણે તે કરાવ અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે– (૧) પ્રમાણવિચાર અને તેને અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના અંગભૂત હેતુ આદિ પ્રમેયને વિચાર કર્યો લયની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયે અને વિક ? (૨) આ વિચારને સંઘરતું અને વિકસાવતું સાહિત્ય કેવી કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધર્મકતિ સુધી આવ્યું? તત્વ અને સત્યશૈધનને પ્રયત્ન ભારતમાં હજારો વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કઈથી અજાણ નથી. સત્યશોધનને પ્રયત્ન બે રીતે ચાલતું ? કેટલાક વિરલ પુરુષો માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્વશોધન ભણી પ્રેરાતા, તે બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દષ્ટિએ એ દિશામાં વળતા. આવા શોધકેમાં 1. હેબિટીકાક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૭, ૩૯૩ આદિ, 2. History of Indion Logic, p. 337. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy