SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુખિન્ને પરિચય [ ૮૯ ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭ ૩૨૭) ૨. પ્રમાણુદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯) ૩. હેતુબિન્દુટીકા. અચટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયન્ત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્તના મતે વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પિતાના જીવનમાં કદાચ સુયોગ શિષ્ય લાગ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તે તેને અચંટ જેવા અનેક સુયોગ્ય શિષ્યો સાંપડ્યા છે. ન્યાયબિન્દુકાકાર ધર્મોત્તર તે આ જ અચંટને શિષ્ય છે, એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમકે તારાનાથ ધર્મોત્તરને ધમકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશ છે, જે ધર્માકરદા પોતે અચંટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદત થયા પછી જ ધર્માકર શિષ્યદીક્ષા આપી હોય. અર્ચને સમય ધર્મકીર્તિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકીર્તિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞા કરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેને જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તે મા જ જોઈએ.. છે દુર્વેક મિશ્ર પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રન્થ અચંટની ટીકાની “આલેક” નામક વ્યાખ્યા છે, જેને કર્તા દુર્વેક મિત્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ. ૪૧૧). એ પ્રશસ્તિ ઉપરથી નીચેની હકીકત સ્પષ્ટપણે ફલિત થાય છે – ૧. તે પિતે વિક્રમશિલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ટિબેટમાં ગયેલ જિતારિ આચાર્યને વિદ્યાશિષ્ય હતે. ૨. તે પિતે બ્રાહ્મણ હતા અને ધનદરિદ્ર હતું. સંભવ છે કે તે વિક્રમશિલા વિદ્યાપીઠમાં અધ્યાપકનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરં. પરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમકે એવા અધ્યયન સિવાય અર્ચને ગંભીર વિચારની આવી બહુ પારદર્શી વ્યાખ્યા થઈ શકે નહિ. ૩. એની વ્યાખ્યામાં એના પિતાના રચેલા પાંચ ગ્રન્થોને નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછી “આલેક ઉપરાંત પાંચ ગ્રન્થ તે રચ્યા જ હોવા જોઈએ. 1. History of Indian· Logic, p. 329. ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy