________________
આવશ્યકસૂત્રના કર્તા કાણુ ?
[ ૯૩૯
ધર્મ તત્ત્વાનું ખીજાનાં ધર્માંતત્ત્વ સાથે યધાńક્ત તાલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તાલનનો ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને શ્રેષ્ડ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાને હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી. હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી. યવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું કાં કરીએ છીએ ? ધણુંયે જુનુ છેાડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જો તુલનાત્મક પદ્ધતિ સગાહ્ય થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તેાલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છુ. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેને આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ-જૈનમાં જ હોય અને અન્યત્ર ન હાય એમ તે જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બન્ધન ન ગણકારતાં જ્યાં જેવું તત્ત્વ સ’ભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવક્રિયાની જૈનેતર નિત્ય ક' કે સન્ધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજા દૂષણ માને છે તેને હું ભૂષણ માનુ છું, અને આ વાતને વધારે તે સમય જ સિદ્ધ કરશે. પહેલા મતભેદને વિષય કર્તાના સમયને છે. ઉપલબ્ધ સંપૂ આવશ્યકસૂત્ર ગધકૃત નહિ, પણ અન્ય કાઈ વિસ્તૃત છે એવા મારા વિચારનું તાત્પ ને કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લશ્રદ્ધાના લાપ કરે છે અને તે દ્વારા આવસ્યકક્રિયાની મહત્તા ઘટાડી અન્તે તેના હાસમાં નિમિત્ત થાય છે, તે ખરેખર તે ટીકાકારા મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે, હું સંપૂર્ણ મૂળ આવશ્યકને ગણધરકૃત નથી માનતો, પણ તેના કર્તા વિરાને લગભગ ગુણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કાઈ અંશમાં પ્રાચીનતા વિશે જો લોકવિશ્વાસ છે થાય તો તેથી ડરવાનું શું? ને વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તે તેને કેવળ પ્રાચીનતાને પોષાક પહેરાવી જગતમાં કાઈ પણુ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે. તેથી ઊલટુ, જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને! પોષાક નહિ હોય તોપણ તે પ્રતિષ્ઠિત જ થવાની, અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની. પરન્તુ આ પ્રલાભક તર્ક બળમાત્રથી હું કોઈને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઇચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલાં વર્ષે વ્યતીત થયાં. તે દરમિયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org