________________ 690 ] દર્શન અને ચિંતન જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે તેવી રીતે આર્ય. જન પડદા વિના પણ, બેલે કે મૌન રહે તેય, શોભે છે. આર્ય હોય તે નિર્વસ્ત્ર હોય કે કુશ-ચીવરધારી હોય, અગર છણ વસ્ત્રધારી કે દુર્બળ શરીરધારી હેય, છતાં તે ગુણવાન હોવાથી પિતાના તેજથી જ શોભી ઊઠે છે. જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું મલિનવૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણે ધરાવતું હોય તોય નથી શોભત. જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ પણ ઝેરથી ભરેલ ઘડાની પેઠે બધાને માટે હંમેશાં અદર્શનીય છે. જે આ દરેકને પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે. જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે તેવાનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે. જેઓ શરીર, વચન અને ઈન્દ્રિમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવા માટે મેટું ઢાંકવું કે પડદો કરે નકામો છે. જેઓનું મન નિરંકુશ કે સ્વછંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણે કે સત્યભાષિતા નથી તેવાઓ જે ઢગલા બંધ વસ્ત્રોથી પિતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પિતાના દેશોને જ ઢાંકે છે. અર્થાત તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરેમણિનાગડાઓના જેવા જ વિચારે છે. જે આર્યનારી ઇન્દ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે. વળી, બીજાનું મન સમજી શકનાર રષિ—મહાત્માઓ અને દેવગણે મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તે પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિએ અને દેવોની નજરમાં દેખાઉં જ છું -પછી મુખાવગું ન હોય કે ન હેય.” –ગૃહમાધુરી, જુલાઈ 1954. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org