SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ *૮ ] દર્શન અને ચિંતન એમ ચાર ભારે મનેરજ અને મહત્ત્વના ઇતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે સ્મૃતિ અને દિશમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવા કેવા ભાગ ભજવ્યા, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારામાં અવ્યવસ્થા અને ગડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીથીમાં હજારા અને લાખે! માણસાના સહ્યા યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામેા કરતા એ બધા ઇતિહાસ ભારે જાણવા જેવ હેવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે. ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થાં ઊભાં કર્યાં છે અને ત્યાં જવાને તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણા ઉદ્દેશ પણ એ જ છે, તેમ છતાં આજ આપણે તી સંસ્થા દ્વારા એ ઉદ્દેશ કેટલો સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગ ંબર બન્ને ક્રિકાને આજે પોતાનું પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થં જ રહ્યાં છે. એમને મંઝિયારા બીજી કાઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઇ રહ્યો હોય અથવા ઝિયાર ન હેાવા છતાં મનિયારાપણાના ફાંસો ઊભા કરતા હોય તે તે માત્ર તીર્થાંમાં જ છે. પ્રસિદ્ધ એવું એક્ તીથ નથી કે જ્યાં બન્ને પક્ષના ઝડા ન હોય અને જેને માટે તેઓ કાર્ટે ન ચઢતા હોય. મારે જરા પણ તરફદારી કર્યાં સિવાય અને કાઈ પક્ષપાતના આરોપ મૂકે તે તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જ્યાં જ્યાં માત્ર દિગબાનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરે મઝિયાર કરવા ગયા નથી, જ્યારે દુ:ખની વાત એ છે કે દિગબરા એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરાનું આવિષય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીર્થો સુધ્ધાંમાં તે, જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. કારેક એક તે ચારેક બીજો પક્ષ જીતે છે. જીતનો આધાર પૈસા અને લડનારાની કુરાળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તા ખો પક્ષ કાલે જીત મેળવે છે, અને પોતાની જીતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. ખન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સફાર પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કાઈ પણ એક તીર્થંની તકરારના ફેંસલા પેાતાની વિરુદ્ધ થયા છે એમ સાંભ’ ળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુ:ખ કરતાં પણ વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249204
Book TitleSadhusanstha ane Tirthsanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages18
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size88 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy