________________
જ્ઞાનસંસ્થા અને સધર્મસ્થા
[ ૩૭૫
ભડારા જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે ખદલાયા છે. હવે પુસ્તકાલયા, લાયબ્રેરીએ, જ્ઞાનમદિરા અને સરસ્વતીમંદિરનાં નામ તેઓએ ધારણ કર્યાં છે, અને કલમને બદલે ખીખાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકા બહાર પડતાં જાય છે. ભંડારાની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયોમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયા જૂના જૈન ગ્રંથૈા ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને ખધા સૌંપ્રદાયાના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે.
બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સપ્રદાયના ભારા વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારા વ્યક્તિની માલિકીના હૈાય છે, જ્યારે જૈન ભારા બહુધા સધની માલિકીના જ હાય છે; અને ચિત્ વ્યક્તિની માલિકીના હાય ત્યાં પણ તેનો સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતા હોય ત્યાં મોટે ભાગે સધની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણા આસો મહિનામાં જ પુસ્તકામાંથી ચામાસાને ભેજ ઉડાડવા અને પુસ્તકાની સારસંભાળ લેવા ત્રણ દિવસનુ એક સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે, જ્યારે જૈને કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકા અને ભંડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચામાસામાંથી સભવતા બગાડ ભંડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડાવધારા અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં આજે મૂ રૂપે આપણી સામે છે.
પરંતુ આ બધુ વારસાગત હોવા છતાં અત્યારે જમાનાને પહોંચી વળે તેવા કાર્ય અભ્યાસીવગ એ ભડારાની મદદથી ઊભા થતા નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભડારાએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલક, હેમચંદ્ર અને ચોવિજયતે જન્માવ્યા, તે જ ભંડા૨ેશ અને તેથીયે મોટા ભડારી વધારે સગવડ સાથે આજે હાવા છતાં અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીડું છે. કાઈ ને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હેાય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. એએક અપવાદને બાદ રીએ તે આ જ્ઞાનસંસ્થાને વાસે સંભાળી રાખનાર અને ધરાવનાર ત્યાગીવ જાણે તુષ્ટિમાં પડી ગયા છે, અને અત્યારના યુગની સામે તેના ઉપર જ્ઞાનની દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે એ વાત જ એક ભૂલી ગયા છે અથવા સમજી શક્યો નથી, એમ કાઈ પણ આખા સાધુ્રવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org