SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા તથા તેને ઉપયોગ [૧૮] જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તે એને જમાવે પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શેધ માટે એમણે તન તેવું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શેધ જાણવા-સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ અથવા એકત્ર થનાર હજારે માણસ એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરે પણ થશે અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ મૃત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમા વધતો ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થૂળ સાધનોને પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો, એટલું જ નહિ, પણ એ પિોથી-પાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે પણ બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપે યોજાયાં હતાં. એવાં તપે જાહેરમાં વધારે આવે અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે એટલા માટે મોટાં મેટાં જ્ઞાનતપનાં ઉત્સવ અને ઉજમણુઓ જાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે જૈનને એકેએક બચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249201
Book TitleGyansanstha ane Sanghsanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Jain Sangh
File Size224 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy