________________
પુણ્ય અને પાપ : એક સમીક્ષા
[ ૧૮ ] [ તા. ૧૫-૩-૪૭ના પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ સદ્દગત ડે. વ્રજલાલ મેધાણીના લેખ “પાપની આત્મકથા” ઉપરની નોંધ.
આખા લેખને ઉશ વિવેક અને સમત્વબુદ્ધિ જાગૃત કરવાને છે. દષ્ટિબિંદુ તદન ચોખું અને પરિભાજિત છે. એ દષ્ટિબિન્દુની પુષ્ટિ અને સિદ્ધિ અર્થે તેમણે પાપના મુખથી ભૂતકાળ વર્ણવ્યા છે. આ વર્ણનમાં ડૉ. મેવા
એ આધુનિક સમાજશાસ્ત્ર, પ્રાચીન–વૈદિક તેમ જ જૈન આદિ પૌરાણિક કલ્પનાઓ કે માન્યતાઓ, રાજ્યતંત્રશાસ્ત્ર અને શાસનપદ્ધતિનો વિકાસ, વર્ણવ્યવસ્થાને ઇતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ અને ધાર્મિક બંધારણે વાળું સાહિત્ય વગેરે અનેક વિષયોનું કરાયેલ આકલન કળામય રીતે પૂર્વભૂમિકારૂપે ચિત્રિત કર્યું છે. એમાં અત્યુક્તિ જેવું કશું છે જ નહિ. બહુ ઉઠાવદાર અને લક્ષ્યસાધક જેમ એમના લખાણમાં દીસે છે. કોઈ અત્યારને ઐતિહાસિક ઇચ્છે તે એમનાં બધાં વિધાનો અને વાક્યને અવતરણ શોધી શોધીને ટેકવી શકે. આવું બહુવ્યાપી લખાણ લાંબા કાળના વિસ્તૃત વાચન અને સૂક્ષ્મ મનનનું જ પરિણામ છે.
પ્રસ્તુત લેખમાં માનવજીવન ગત સરળતા, જટિલતા અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓના ઉકેલ તરફ તેમણે કળામય રીતે આંગળી ચીંધી છે. એટલું ખરું કે પુણ્ય, પાપ અને ધર્મની વ્યાખ્યાઓ સ્થૂળ ભૂમિકામાં અમુક હોય છે, જ્યારે સૂક્ષ્મ ભૂમિકામાં તેમની તાત્વિક વ્યાખ્યાઓ બીજી જ હોય છે; એટલે હમેશાં ધૂળ ભૂમિકા ઉપર ઉભા રહેલાએ તાત્વિકદર્શી લેખકની સામે પડવાના જ.
પુણ્ય-પાપ વિષે બદલાતી ધારણાઓનો એક રમૂજી દાખલે ટાંકવાનો લભ થઈ આવે છે. પૈસે અને સ્ત્રી પુણ્યનાં ફળ લેખાય છે. વધારે પૈસા હોય તે વધારે પુણ્યવાન, એ માન્યતા આજે પણ છે જ. એ પણું મનાતું કે વધારે સ્ત્રીવાળા માટે ભાગ્યશાળી. આ માન્યતા માત્ર કથાઓમાં જ નહતી, જીવનમાં પણ કામ કરતી. ચક્રવર્તી અને વાસુદેવની શહેર વસાવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org