SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ 23 કરવી એ તેઓશ્રીના જીવનના આદરણીય પાસાં છે. વિશેષ કરીને, નાનાં બાળકે અને ઊગતી પેઢી માટે સંસ્કારસિંચનની પ્રવૃત્તિઓ કરવામાં તેઓશ્રીને વિશેષ રુચિ છે. પ્રવચને, વાર્તાલાપ, શિબિરો, જપ-ધ્યાન-અનુષ્કાનાં આયોજન દ્વારા તેઓશ્રી આવતી પેઢીને અમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આધ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાયાત્રા દ્વારા પૂજ્યશ્રીના વરદ હસ્તે ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં છે. યોગ્યતાનુસાર ગણિ–પંન્યાસપદ પ્રાપ્ત કરીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના શુભ દિને પૂ. ગુરુદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે કેલ્હાપુર મુકામે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યા ત્યારથી પૂજ્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. એવા એ પરમ પ્રભાવક, સમર્થ સાહિત્કાર સૂરિવરને શાસનદેવ સ્વસ્થ દીર્ધાયુ દ્વારા શાસનપ્રભાવના માટે સદા સજજ રહેવાનું સામર્થ્ય બક્ષે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કટિ કોટિ વંદના ! કર્મસાહિત્ય' નિર્માણના સહયોગી, ધ્યાનયોગની અનુભૂતિના સાધક પૂ. આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ પરમ શાસનપ્રભાવક ગુરુભગવંત આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ઝીલીને તેઓશ્રીના પનોતા પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ શિષ્ય-પ્રશિષ્ય વિદ્વાને એ “કર્મ સાહિત્યના નિર્માણનું કાર્ય આરંભ્ય, તેમાં પૂ. મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયો હતો. પિતાનું નામ ચીમનલાલ ઝવેરી અને માતાનું નામ મેતીકેરબેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનમગુણ ફતેહગંદ હતું. ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ તેમની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વ્યતાનુસાર તેઓશ્રીને સં. ૨૦૩૨માં ગણિપદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે કેલ્હાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરિજી મહારાજ તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં 4-2-7 કિ. મી. જેટલા અંતરે રહેલાં ગામેતમાં પણ જે જિનમંદિર હોય છે એટલે આવવા-જવાને વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા દિવસે જ રહેવાનું હોય તે પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરને જુહારતા. તેઓશ્રી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249138
Book TitleVijay Bhadraguptasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy