SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કરર શાસનપ્રભાવકે નમી પડે છે. શાસ્ત્રના ઊંડા અભ્યાસી, સિદ્ધતિમાં પારંગત પંડિત, પ્રાયશ્ચિત્તવિધિમાં વટવૃક્ષ સમા વડીલ, વૈયાવચ્ચમાં વિનમ્ર સાધુ પૂજ્યશ્રી ચાર દાયકા ઉપરને દીક્ષા પર્યાય ભેગવી આજે અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં મગ્ન હોય છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીઘયુષ્ય બક્ષે એવી ભાવભીની પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના ! (સંકલન : પૂ. મુનિરાજ શ્રી જ્યસુંદરવિજયજી મહારાજ.) પ્રખર પ્રવચનકાર અને લોકપ્રિય ધર્મગ્રંથોના રચયિતા પૂ. આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરિત મણિભાઈ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય) મહારાજની વિરાગ-વાણી સ્પશી જતાં દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં. ૨૦૦૭ના મહા સુદ ૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં. ૧૯૮ના શ્રાવણ સુદ ૧૦ને દિવસે જન્મેલા મૂળચંદ સં. ૨૦૦૭ના પિષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા. બંને બંદુમુનિઓની સંયમયાત્રા પૂ. ગુરુવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણના ઊંડા જ્ઞાતા બન્યા. ૪૫ આગમના સટક અધ્યયન ઉપરાંત ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને કાવ્યસાહિત્યને અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય વરેલું હતું. મુનિજીવનમાં એને ખૂબ વિકાસ થતો ચાલે. પૂજ્યશ્રી પ્રસિદ્ધ પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથે સાથે સાહિત્યસર્જનની કુશળતા અને તપસ્તાના ગુણો પણ વિકાસ પામ્યા. ‘મહાપંથને યાત્રી” નામના પુસ્તકથી વીસ વરસની ઉંમરે આરંભાયેલી તેઓશ્રીની લેખનયાત્રા આજે સોએક જેટલાં પુસ્તકનું સર્જન કરીને અવિરત-અપ્રમત્ત ચાલી રહી છે. પૂજ્યશ્રીએ “જ્ઞાનસાર', પ્રશમરતિ” જેવા ગ્રંથ પર તવજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, “જેન રામાયણ' જેવી સુદીર્ઘ કથા તેમ જ વાર્તાઓ, કાવ્યો આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્યું છે. પૂજશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજ ઇત્યાદિ ભાષાઓમાં કરી છે. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી રહી છે. “અરિહંત” નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચને તથા કથાસાહિત્ય પીરસાઈ રહ્યું છે. પૂજ્યશ્રીને પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ, સંઘશાસન માટે બહુજનહિતાય-બહુજનસુખાય વિવિધ પ્રવૃત્તિઓ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249138
Book TitleVijay Bhadraguptasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy