SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતો-ર ભાવ વ્યક્ત કર્યો ! અને વિરોધ કરનાર વિદ્યાશાળાએ જ સર્વ પ્રથમ ચાતુર્માસ માટે વિનંતી કરી ! મહાન જીવનકાર્યો : પૂજ્યશ્રીએ સતત અભ્યાસ મગ્ન રહીને અનેક ગ્રંથની રચના કરી. જૈન સ્તોત્રસંગ્રહ, જેના સિદ્ધાંત મુક્તાવલી, સૂરિસ્તવ-શતક, જેન તર્કસંગ્રહ, શ્રી કદંબગિરિ તેત્ર, બીજા કર્મગ્રંથની ટીકા (શ્રી સ્તવ-પ્રકાશ), ચેથા કર્મગ્રંથની ટીકા (ષડશીતિ પ્રકાશ), સમુદ્ધાતતત્વ, સ્યાદ્વાદરહસ્ય પત્રવિવેચન, પ્રતિષ્ઠાતત્ત્વ, શ્રી પર્યુષણ પર્વ તિથિવિનિશ્ચય, શ્રી પાવતી તેત્ર, શ્રી ગુજરાતી સ્તોત્રસ્તાવનાદિ ગ્રંથે મુખ્ય છે. પૂજ્ય ગુરુભગવંતના સ્વર્ગવાસ સુધી અખંડ 33 વર્ષ પર્યત એકધારી સેવા કરનાર પૂજ્યશ્રીની ગુરુભક્તિ પણ અનન્ય કહી શકાય એવી હતી અને સમય પૂ. ગુરુભગવંતનું પડિલેહણ - સંથારો કરે, કાપ કાઢ, ગોચરી અને સુશ્રષા કરવી—એ તેમને નિત્યક્રમ હતો. આ ઉપરાંત, 65 વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન પૂજ્યવરને હાથે સફળતાથી પાર પાડેલા શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અત્યંત લાંબી બને તેમ છે. તેમાં, મહુવામાં શ્રી નેમિવિહાર પ્રસાદ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર, મારવાડમાં રાણકપુરજી મહાતીર્થ, અમદાવાદમાં હઠીસિંહની વાડીનાં ઐતિહાસિક દેરાસર, મહુવામાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ, પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની છાયામાં અસંખ્ય જિનબિંબની પ્રતિષ્ઠા અને અંજનશલાકાના અનેકાનેક મહત્સવે તેઓશ્રી હસ્તે ઊજવાયા હતા. આ સ્પરાંત, અનેક મુનિવરેને ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાય તેમ જ આચાર્યપદ અર્પણ કરવાનો ઉત્સવ પણ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયા હતા. અનેક તીર્થસ્થાનેથી સંઘયાત્રા કાઢવામાં પૂજ્યશ્રી પ્રેરણાસ્થાને રહ્યા. એમાં સં. ૨૦૧લ્લા કપડવંજથી શેઠ શ્રી રમણલાલ દિલ્હીવાળા તરફથી શ્રી કેશરિયાજી તીર્થયાત્રા-સંઘપ્રયાણ યાદગાર બનાવ હતો. આ સંઘમાં રેકડેની સંખ્યામાં છરી પાળ જનસમુદાય હતો ! તદુપરાંત, પ્રાચીન જિનાલને જીર્ણોદ્ધાર, ગુરુમંદિરની પ્રતિષ્ઠા, અનેક વ્રત–જપતપની આરાધનાઓ, પૂ. ગુરુદેવના “શ્રી શાસનસમ્રાટ' ગ્રંથને ઉદ્દઘાટન-સમારેહ આદિ અનેકવિધ કાર્યોથી પૂજ્યશ્રીની જીવનરેખાઓ સપ્તરંગી બનીને ઝળકી રહી હતી! સં. ૨૦૩રના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું, ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામાં મગ્ન રહ્યા ! આ વૃત્તિપ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજ્યશ્રી વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ મૂક્તા ગયા. પંન્યાસ શ્રી સેમવિજ્યજી તથા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી તેમ જ મુનિશ્રી અમરવિજયજી, અમરચંદ્રવિજયજી વાચસ્પતિવિજયજી આદિ મુનિવરે અને તેઓશ્રીને પણ શિષ્ય-પ્રશિષ્યની ભવ્ય પરંપરા પૂજ્યવરના “વાત્સલ્યવારિધિ' બિરુદને મૂર્તિમંત કરે છે. (સંકલનકર્તા મુનિશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ). Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249112
Book TitleVijay Nandansuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size122 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy