________________ શ્રમણભગવતે-૨ પૂ૦ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરિજી મહારાજ (ડહેલાવાળા)ના શિષ્ય-પ્રશિષ્યો * પૂ આ. શ્રી ભુવનચંદ્રસૂરિજી પૂ. આ. ભદ્રસેનસૂરિજી પૂ. આ. અભયદેવસૂરિજી આ. મહાનંદસૂરિજી મ. જયશેખરવિજયજી ! મુ સુદર્શનવિજયજી મુ મોક્ષરત્નવિજ્યજી મુ. રત્નચંદ્રવિજયજી મુ નરચંદ્રવિજયજી મ. કરુણાનંદવિજયજી મુ. હેમવિજયજી જ મુ. જ્યકીર્તિ વિજયજી * મુ. રોહિતવિજયજી મુ. વિનેદવિજયજી કૅ મુ. અમૃતવિજયજી મુ. હરિભદ્રવિજયજી ઝલ મુ. કુસુમચંદ્રવિજયજી મુ. વિજય વિજયજી મ. શુભંકરવિન્યજી . રાજચંદ્રવિજયજી મ. ચંદ્રવિજયજી * આ નિશાની સ્વ૦ ની છે. - ext વિવિધ ધર્મકાર્યો પ્રવર્તાવનાર પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી અશેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ . કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની સાહિત્યસાધનાની પુણ્યભૂમિ અને પરમહંત શ્રી કુમારપાળ મહારાજાની અહિંસાની અમરવેલની ફળદ્રુપ ભૂમિ અણહિલપુર પાટણ પાસે દેવગુરુધર્મના સંસ્કારી વાતાવરણથી ગુંજતા સહામણું ગામ સરીયદમાં શેઠ શ્રી વીરચંદભાઈ મગનભાઈ નામે પ્રસિદ્ધ આગેવાન શ્રાવક હતા. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ઝબલબેન શ્રદ્ધા અને સુસંસ્કારની જીવંત પ્રતિમા રૂપે અહનિશ ધર્મધ્યાનપૂર્વક પવિત્ર જીવન વિતાવતાં હતાં. વિ. સં. ૧૯૬ના ભાદરવા સુદ ૧ના પાવન દિવસે ગામના પ્રત્યેક મહાનુભાવના અંતરમાં આનંદની ઊર્મિઓ ઉછળતી હતી. કારણ કે આ પર્યુષણ મહાપર્વ અંતર્ગત ભગવાન શ્રી મહાવીરસ્વામીના જન્મવાચનાને પવિત્ર દિવસ હતો. આ પુનિત દિવસે શ્રીમતી ઝબલબેને સુંદર લક્ષણથી સુશોભિત એક બાળકને જન્મ આપે. પર્યુષણા મહાપર્વની ઉજવણીમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org