________________ શ્રમણભગવંતો 43 જાણ્યા. પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનના મૂળ સુધી પહોંચીને તેનાં તારતમ્ય પામવાની સત્યશોધક દષ્ટિને પરિચય આપે. જૈનશાસન અને વિશ્વને વિદ્વદુર્ગ મુનિશ્રીના આ કાર્યથી ચિરકાળ તેમને ત્રણ રહેશે. પૂજ્ય મુનિવરશ્રી વર્તમાનમાં જૈનધર્મ-દર્શન-શાના જાણકાર વિદ્ધર્વમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાના પ્રકાશનનું વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સંપાદન આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી પૂ. મુનિરાજશ્રી જ બૂવિજયજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્રંથનું સંશોધન અને સંપાદનકાર્ય પણ અવિરતપણે ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની શાને પાસના જેમ અદ્ભુત છે તેમ તીર્થોપાસના-જિનેપાસના અને ધર્મોપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના ચાતુર્માસે પ્રાયઃ નાનાંનાનાં ગામોમાં હોય છે. અને એ નાના ક્ષેત્રમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર તીર્થ પ્રત્યેને પૂજ્યશ્રીને ભક્તિભાવ અનન્ય છે. એવો જ અનન્ય ભક્તિભાવ શ્રી શત્રુંજયગિરિ આદીશ્વરદાદા પર પણ છે. તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી એક એમ 3-3 દુષ્કાળ પડ્યા ત્યારે તેઓએ શ્રી આદીશ્વરદાદાનું શરણ સ્વીકારવાપૂર્વક અભિષેકનો નિર્ણય લીધે. અને એ અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને એમની અંતરની એ આરજૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીને પ્રભુજી અને જ્ઞાન પ્રત્યે અવિહડ રંગ અને રસ કેઈ અનોખો જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જેને જ નહીં, માત્ર દેશવાસીઓ જ નહીં, દરેક ધર્મ અને વિદેશીઓ પણ આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃત્યકૃત્ય બન્યા છે. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદન! तीर्थकर देवनी t છે : ક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org