________________ શ્રમણભગવંત વિદ્યાઓને અભ્યાસ કર્યો. પુરુષાર્થ શક્તિને કેળવ્યા વગર સુષુપ્ત પ્રતિભાશક્તિને વિકાસ અશક્ય છે એવું માનનારા બેચરદાસે પૂ. શ્રી વિજ્યધર્મસૂરિજીના સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ અને વકતૃત્વ કળાની શક્તિ વિકસાવી. પ્રાંતે કલકત્તા શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિદ્યાવિજ્યજી નામે ઘોષિત થયા. સુદીર્ઘ આંખો, પ્રભાવશાળી કાન, લાંબી ભુજાઓ, આડમના ચંદ્ર જે ભાલપ્રદેશ, મનમોહક મુખારવિંદ અને મધુર વાણી - આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદગુણેને ઉમેરે થયે. પ્રભાવશાળી વકતૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણની ઓજસ્વિતાના ગુણેથી આપતા મુનિવર હજારો-લાખ ભાવિકજનના હૈયામાં વસી જનારા વિરલ વ્યક્તિ હતા. - સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જેનશાસનને ય જયકાર પ્રવર્તાવ્યું. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વસ્તૃત્વ લાખ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકેને એ વાણીપ્રવાહ અને ઉત્સાહ પ્રેસ્તો અને સંયમમાર્ગો પદાર્પણ કરવા પ્રેર. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રત્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશમાં વિચારીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન ! (સંકલન : પ્રતિષ્ઠા” સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું “ગુણરત્ન સંવત્સર” નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીમતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સંમતિલકવિજયજી મહારાજ એક સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, દૂધમાં રહેલા પાણીને હંસ ભિન્ન કરે છે, તેવી રીતે જીવ તપ વડે કર્મરૂપી મેલથી આત્માને ભિન્ન કરે છે. જેમ દાવાનલ વિના જંગલને બાળી શકાતું નથી, જેમ મેઘ વિના દાવાનલ એલવી શકાતું નથી, જેમ પવન વિના મેઘને વીંખી શકાતા નથી, તેમ તપ વિના કર્મનાં બંધને છેદી શકાતાં નથી. પણ કલિકાલમાં કઠેર તપ દુર્લભ છે, અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી સમિતિલકવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા ગુણરત્ન સંવત્સર’ તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કેઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાને વાસે મળ્યો હતે. જૈનસંધમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org