SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 408 શાસનપ્રભાવક ચાલી. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આસપાસ ધાર્મિક પ્રગતિ કરતે એક વર્ગ રચાઈ ગયે. આ વર્ગ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજના સાહિત્યને અભ્યાસી બન્યું. આમ, ભાઈ ભગવાનદાસમાં વૈરાગ્યભાવના ખીલી ઊઠી. એ જમાનામાં દીક્ષા દુર્લભ હતી. છતાં તેમની મકકમતા આગળ કુટુંબીઓને નમતું જોખવું પડયું. સંયમ માટે સહર્ષ અનુમતિ આપી. સં. ૧૯૮૭ના કારતક વદ ત્રીજે મુંબઈ ભાયખલામાં ભગવાનદાસ પૂ. શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે ઉષિત થયા. ગૃહસ્થજીવનમાં આયંબિલના તપ પ્રત્યે અજબને અનુરાગ હતે. એક વખત છ મહિના લાગેટ આયંબિલ કર્યા હતાં. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતને કારણે તપ-પ્રેમ વધતો રહ્યો, અને વર્ધમાન તપની બાવન ઓળીએ પૂર્ણ કરી. પોતાના પરિચયમાં આવતા પ્રત્યેક માનવીના મનમદિરમાં બિરાજવાની પુણ્યપ્રકૃતિ ધરાવતા મુનિરાજને સં. ૨૦૦૭ના મહા સુદ ૭ને દિવસે પાલીતાણામાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રભાવ, પુણ્યઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં “આચાર્યપદનો અસ્વીકાર કરવાની નિરીહતાને કારણે વર્તમાન યુગના પંન્યાસ શ્રી સત્યવિજયજી' બની ગયા. એનાથી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠામાં એટલે વધારો થશે કે આચાર્યો પણ તેઓશ્રીની અદબ જાળવતા. આયંબિલ તપ, મહામંત્ર જાપ અને બ્રહ્મવ્રતને ખપ - આ સૂત્રની સિંહગર્જના કરી; જેને પ્રભાવે નવપદ અને વર્ધમાન તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક્ર મહાપૂજનને પ્રચાર જેનસંઘમાં ખૂબ જ વેગીલે બન્યા. સં. ૧૯૮૭થી પ્રારંભાયેલું એ સંયમજીવન સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના દિવસે સમાધિમૃત્યુની સફળતાને વર્યું. પચાસ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન પૂ. પંન્યાસજી મહારાજ અનેક શાસનપ્રભાવક કાર્યો સિદ્ધ કરી ગયા. છેલ્લાં ઘણાં વર્ષો મારવાડ-ગોલવાડ તરફ વિચતા હતા, પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે પાટણમાં સ્થિર થયા ડોકટરને પણ આશ્ચર્ય થાય એટલી સમતા જાળવી. અને પાટણના પિતા પુત્રે પાટણની ભૂમિ પર જ પિતાની પાવન જીવનલીલા સંકેલી પરલોકે પ્રયાણ કર્યું. - પૂજ્ય પંન્યાસજી મહારાજનું જીવન નિરભિમાન, અનાસંસભાવ, પાર્થપ્રિયતા, કલ્યાણ કામના, સદૈવ સમિત મુખમુદ્રા, ઊંડા ચિંતન-મનનની પ્રતિભા, નમસ્કાર-નિક, ભગવદ્ભક્તિ આદિ અનેક શુણેથી આપતું હતું. તેઓશ્રીનું મન મૈત્રીભાવ અને મહામંત્ર મહાશ્યથી મંજાયેલું હતું; ચિત્ત ચારિત્ર દ્વારા ચાખ્યું હતું, તનમાં તપની તાજગી હતી, મુખ પર માધુર્યનું મનોહર હાસ્ય હતું; વાણી વેધકતા ધારતી હતી, પૂજ્યશ્રી સ્વયં વાત્સલ્યમૂર્તિ હતા. તેઓશ્રી આગને બાગમાં, વિધિને વિનયમાં, અધર્મનાં અંધારાને પુણ્યપ્રભાવી ધર્મપ્રકાશથી અજવાળવાનું સામર્થ્ય ધરાવતા હતા. અને એ સામર્થ્યથી જ પૂજ્યશ્રીએ મહાન શાસનપ્રભાવના દ્વારા સંયમજીવન સાર્થક બનાવ્યું. (સંકલનઃ પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ.) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249106
Book TitleBhadrankarvijayjigani
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size76 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy