________________ શાસનપ્રભાવક વ્યાખ્યાન આપી. મુંબઈ કેંગ્રેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીના તૈયાર કપડાંની લ્હાણું કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણ માટે રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખોલ્યાં હતાં. સર્વધર્મસમભાવ એ તેમને મહાન ગુણ હતું. તેથી જ તે હરિજનના મંદિર પ્રવેશ બાબત પૂજ્યશ્રીનું વલણ વિધાયક હતું. પ્રકાંડ પંડિત હોવા છતાં નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ ધરાવતા હતા. સાગર જેવી સમતા અને ઉદારતા ધરાવતા હતા; બાળક જેવી સરળતા અને મસ્તી ધરાવતા હતા. પરિણામે, પૂજ્યશ્રીએ જીવનનાં છેલ્લા 15-20 વર્ષો શાંત-એકાંતવાસમાં ગાળ્યાં હતાં. ધર્મશાસ્ત્રોના વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. એવા એ પ્રખર વિદ્વત્ન મુનિવરને હદયપૂર્વક વંદના ! ( શ્રી રતિભાઈ મફાભાઈ શાહના જેન ' પત્રના તા. ૭-૩-૭૦ના અંકના લેખના આધારે ) પ્રકાંડ દાર્શનિક : પ્રખર શાસનપ્રભાવક : જેને પરંપરાને ઇતિહાસ” ગ્રંથના સર્જક પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજ શ્રી દર્શનવિજ્યજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી - આ ત્રણ જૈન મુનિવરેનાં નામ અને કામથી ભાગ્યે જ કેઈ સાધુ, કેઈ શ્રાવક કે કઈ સંઘ અણજાણ હશે ! ત્રિપુટી–મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે સકલ સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પછી શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજયજી મહારાજ અગાઉ કાળધર્મને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ૨૦૨હ્ના મહા વદ અમાવાસ્યાને દિવસે પાલીતાણામાં, શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં, શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. જગતમાં જમે છે તે મૃત્યુવશ થાય છે એ અટલ નિયમ છે; પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કોઈ જીવતે જીવત મરેલાં જેવું જીવન જીવે છે, તે કે મૃત્યુ પછી સૈકાઓ સુધી નામ ન વિસરાય એવું ધર્મમય અને સેવામય જીવન જીવી પોતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. ત્રિપુટમહારાજ આવા ઉચ્ચ કેટિના મુનિવરો હતા. એમાં યે શ્રી દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમેર હતા. પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર શ્રી ચારિત્રવિજયજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘેષિત થયા. છપન વર્ષ દીક્ષા ભેગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ છપ્પન વર્ષના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org