________________ શ્રમણભગવંતો જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાને પ્રસંગ ઊભે થયે ત્યારે ઘરના કે પરના ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેને ઈતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તે તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લા વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલ મર્યાદાને સાર્વત્રિક લોપ જોઈ ને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લેગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી રેસે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈ. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છેડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પિતાની જાતને વિચાર કર્યા વિના જે છાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતે નીચે પ્રમાણે છે : જન્મ : સં. 1908 સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. 1920 (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. 1929 જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩ર અમદાવાદ, આચાર્યપદ : સં. 157 પાટણ અને સ્વર્ગવાસ : 1983 જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલાં, પ્રખર વ્યક્તિતવના ધારક એવા શાસનના સમર્થ સેનાની : સકલામ રહસ્યવેદીઃ જ્યોતિષમાર્તડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂદ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઉજવાયે ત્યારે શ્રી વીરવિજ્યજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને ભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્યા હતા. પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટપરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સ્થાપિત કર્યા. શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા એ અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તે મૂલ જ થાય તેમ નથી ! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે 22 વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org