SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત 341 હતા. સં. ૧૭૦૬માં મહા સુદ 13 ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુ-સાધ્વીઓને પાળવાના નિયમોને 45 બોલને પટ્ટક આચાર્ય વિજયસિંહસૂરિએ બનાવ્યું, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. દૈવયોગે આચાર્ય વિસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મહા સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વર્ગગમન થયું, ત્યારે દાદાગુરુ શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે પં. સત્યવિજ્ય ગણિ અને પં. વીરવિજયગણિબંનેમાંથી સર્વ પ્રથમ પં. સત્યવિજય ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા. પણ તેઓ તે આત્મરંગી હતા. અભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે સંગીપણું સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક બનવાની અનિચ્છા બતાવી; અને પં. વીરવિજય ગણિ ગચ્છનાયક બને તેમાં સંમતિ આપી. પં વીરવિજય ગણિને સં. ૧૭૧૦માં આચાર્યપદ આપી, તેમનું વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું. અને સં. ૧૭૧માં અમદાવાદમાં આચાર્ય વિજ્યદેવસૂરિએ તેમને ભટ્ટાકપદ આપી, પોતાની પાટે સ્થાપન કર્યા, અને ગચ્છનાયક તરીકે જાહેર કર્યા. પં. સત્યવિજય ગણિએ સં. ૧૭૧૧ના મહા સુદ 13 ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહસૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી, કિદ્ધાપૂર્વક સંવેગીપણું સ્વીકાર્યું. તેમની સાથે 18 મુનિવરે અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજય ગણિએ ક્રિોદ્ધાર કર્યો ત્યારે શ્રી વિજ્યપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં નાના હતા. તેમણે 11 વર્ષના અનુભવ પછી ગચ્છનાયકની લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામેટા સૌ યતિરો-મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને ગચ્છનાયકશ્રી વિજયપ્રભસૂરિ મેટે ભાગે પં. સત્યવિજય ગણિવરની સલાહ લઈને નિર્ણય કરતા. પં. સત્યવિજ્ય ગણિવર પ્રૌઢ પ્રતાપી, પ્રભાવી અને મેઘાવી હતા; ખૂબ જ્ઞાની અને અનુભવી હતા; શુદ્ધ ક્રિયાપ્રેમી હતા. શ્રી આત્મારામજી મહારાજના શબ્દોમાં, “શ્રી સત્યવિજયજી ગણિ કિદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા. મહાતપસ્યા અને ગાભ્યાસમાં રત રહ્યા. જ્યારે બહુ વૃદ્ધ થઈ ગયા અને ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવીને રહ્યા. " - તેઓશ્રીએ સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું. સં. ૧૭પ૬ના પિષ મહિનામાં તેઓ બીમાર પડ્યા. પાંચ દિવસ બીમાર રહ્યા. પોષ સુદ 12 ને શનિવારે પાટણમાં સિદ્ધિગમાં અનશન સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પં. જિનવિજય ગણિએ “સત્યવિજય ગણિ નિર્વાણરાસ' એ. એવું પણ કહેવાય છે કે, શ્રી આનંદઘનજીના તેઓ સંસારીપણે ગુરુબંધુ હતા. તેમના સંવેગી માર્ગના સ્વીકારથી જ તપાગચ્છ અંતર્ગત સંવેગી શાખાની શરૂઆત થઈ હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૩માંથી સાભાર.) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249096
Book TitleSatyavijayjigani
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy