________________
338
શાસનપ્રભાવક
ગુજરાતી ભાષામાં વિશાળ, બેધક, ભાવવાહી અને લોકપ્રિય
પદ્યસાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિવર કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિ તપાનશાખાના શ્રી હીરરત્નસૂરિના શિષ્ય ઉપા લબ્ધિરત્નના પ્રશિષ્ય ઉપાટ શિવરત્ન ગણિના શિષ્ય હતા. તેમને જન્મ વિક્રમની અઢારમી સદીમાં ખેડામાં થયું હતું. તેમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ માનબાઈ હતું. તેમનું પિતાનું જન્મનામ ઉત્તમચંદ હતું. તેમના મોટા બંધુ હરખચંદે પણ દીક્ષા લીધી હતી. તેમનું દીક્ષિત નામ ઉપાટ હર્ષરત્ન હતું. તેઓ મહાન ત્યાગી, તપસ્વી અને સંયમી હતા.
મુનિ ઉદયરત્નને મહોપાધ્યાય સિદ્ધિરત્ન ગણિએ ભણુવ્યા હતા અને પિતાની પાટે મહોપાધ્યાય બનાવ્યા હતા. ઉપાર ઉદયરત્ન સિદ્ધ કવિ હતા. તેમણે અનેક રસ, સ્તવને, સક્ઝા, સલોકા, છંદ, પ્રભાતિયાં વગેરે રહ્યાં હતાં. તેમના જીવનમાં કેટલીક ચમત્કારી ઘટના પણ બની હતી. એક વાર શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન પછી જ અન્ન-જળ લેવાના નિયમપૂર્વક તેઓ જ્યારે શંખેશ્વર પધાર્યા ત્યારે જિનાલયના બંધ દ્વાર પૂરીએ નહી ખેલતાં, તેમણે ઘણું આર્તસ્વરે સ્તુતિગાન કર્યું અને દ્વાર આપોઆપ ખૂલી ગયાં. બીજા એક પ્રસંગમાં, ખેડા પાસેની મેશ, વાત્રક અને ખારીએ ત્રણ નદીઓના સંગમસ્થાને તેમણે ચાર મહિના ધ્યાન ધર્યું હતું, તેના પરિણામે એ સ્થાને બેટ જેવું બની ગયું હતું. આ ચમત્કાર જોઈ ખેડાના ભાવસાર, વૈષ્ણવ વગેરે પ૦૦ ઘરોએ “જૈનધર્મ અપનાવ્યું હતું.
વિ. સં. ૧૭૫૯માં, ઉનામાં શ્રી ઉદયરત્ન ગણિએ “સ્થૂલિભદ્ર-નવસે ” નામે કાવ્ય રયું, તેમાં શંગારરસ હતા, જે તેમના ગુરુને ઉચિત ન લાગ્યું અને તેવાં કાળે ન રચવા ગુરુએ તેમને સમજાવ્યું, અથવા એમ પણ કહેવાય છે કે તેમને એ કારણે સમુદાય બહાર મૂકવામાં આવ્યા. ત્યારપછીથી તેમણે લેકે પકારક કાવ્ય રચવાનો નિર્ણય કર્યો, જે વિ. સં. ૧૭૬૩માં, ખંભાતમાં, તેમણે રચેલી “બ્રહ્મચર્યની નવ વાડ”ની સજઝાય એ વાતની શાખ પૂરે છે. કહેવાય છે કે, ત્યારથી તેમને સમુદાયમાં પુનઃ પ્રવેશ મળ્યું હતું.
ગ્રંથસર્જનઃ ઉપાધ્યાય ઉદયરત્ન ગણિએ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું, જેની વિગત નીચે મુજબ છે :
(૧) શ્રી જબૂસ્વામી રાસ, ઢાળ: ૬, (૨) અષ્ટપ્રકારી પૂજા, (૩) સ્થૂલિભદ્રરાસનવરસ, (૪) શખેશ્વર પાર્શ્વનાથ સલેકે, (૫) રાજા મહીપતિ – મંત્રી મતિસાગર રાસ, (૬) રાજસિંહ (નવકાર) રાસ, (૭) બ્રહાચર્યની નવ વાડ-સજ્જાય, ઢાળ : ૧૦, (૮) બાર વ્રતને રાસ, (૯) મલયાસુંદરી રાસ (વિનેદવિલાસ ), ઢાળ : ૧૩, (૧૦) યશોધર રાસ, ઢાળ : ૮૧, (૧૧) લીલાવતી – સુમતિવિલાસ રાસ, ઢાળ : ૨૧, (૧૨) ધર્મબુદ્ધિ–પાપબુદ્ધિ રાસ, (૧૩) ભુવનભાનુ કેવલી (રસલહરી) રસ, ઢાળ : ૯૭ (૧૪) સુવિધિનાથ સ્તવન, ગાથા : ૩૦,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org