________________
શ્રમણભગવ તા
૩૧૯
આચાર્ય પદ આપી પટ્ટધર બનાવ્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખ્યું. સ યેાગવશાત્ તેમણે જાહેર કરેલ પાતાના ઉત્તરાધિકારી શ્રી વિજયસિંહસૂરિ સ્વર્ગવાસ તેમના જીવનકાળમાં જ થઈ ગયે. તેથી તેમણે વ. સ. ૧૭૧૦માં શ્રી વિજયપ્રભસૂરિને પોતાના ઉત્તરાધિકારી અનાવ્યા. તેમના સંધ દેવસુરસંઘ' નામે પ્રસિદ્ધ થયા.
સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સજ્ઝાય–રાસ વગેરે વિપુલ સાહિત્યના સર્જક આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ
આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિના જન્મ વિ. સ. ૧૯૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયા હતા. તેએ વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનુ નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતુ. તેમણે આ વષઁની વયે મુનિશ્રી ધીવિમલ ણિ પાસે સયમ સ્વીકાર્યુ હતુ. તે વખતે તેમનુ નામ મુનિ નવેમલ રાખવામાં આવ્યુ હતુ.
સયમ સ્વીકાર્યા પછી તેમણે શ્રી અમૃતવમલ ગણિતેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રધ્યયન કર્યું. તેમને સુયેાગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પ ંન્યાસપત્તથી વિભૂષિત કર્યાં, તેમના ગુરુ વિ. સ. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા.
તે સમયના સ`ગીતા એ વિચાર્યુ કે, હાલમાં સવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણૈાથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે યેાગ્ય પન્યાસ નવિમલ ગણ છે.” તેથી તેઓએ આચાય શ્રી વિજયપ્રભસૂરિને પં. નયવિમલ ગણને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એ વિનંતીને યેાગ્ય જાણી વિ. સ. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સકેર ગામમાં તેમને આચાય પદ્મવીથી વિભૂષિત કર્યાં અને તેમનુ નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યુ. આ નામ પાછળ તેમના વિશાળ જ્ઞાન અનુભવ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યા હતા તે છે. આ સમયે નાગજી પારેખે આચાર્યપદને મહોત્સવ કર્યાં અને સારુ દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસ'ધના સાધુવગ માં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે ક્રિયેદ્ધાર કરી તપસ્વી જીવાને મેાક્ષને મા સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાન્યેા હતે.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સવિગ્ન ગીતાર્થે હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા.
* • શ્રી ચંદ્રકેવલી રાસ ’માં આચાય પદવી સં. ૧૯૪૯માં ફાગણ સુદ પાંચમે પાટણમાં આપ્યાને ઉલ્લેખ છે : ' નિધિ યુગ' મુનિ શશિ સંવત માને ફાગણ સુદ પંચની દિનજી, પત્તનનયરતણે તસ પાસે, પદ પામ્યું શુભ દેશે જી.’( શ્રી ચ ંદ્રકૈવલી રાસ-ખંડ કથા, ઢાળ ૫૫મી, ગાથા ૧૫ ).
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org