________________
૩૨૦
શાસનપ્રભાવક
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણાં સ્તવને ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રીપાલરાસને ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે.
તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રા કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિત અને વાચપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીને સંધ તેમના ઉપદેશથી કાઢયો હતો. તેમનું વિહારક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલ્લેખ સાંપડે છે. વિ. સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૩૩માં સલાહંતેત્ર પર સુરતમાં ટો ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી.
તેમની કાવ્યશક્તિ અભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લેકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથ રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંશે મુખ્ય છે: નરભવદિ વનયમાલા
પ્રશ્નકવિશિકાસ્તોત્ર પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ
જિનપૂજાવિધિ સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ
વિશસ્થાનકતપિવિધિ શ્રીપાલચરિત્ર
જ્ઞાનવિલાસ સંયમતરંગ
તીર્થમાલા નવતત્ત્વ બાલાવબોધ
સૂર્યાભનાટક આનંદઘન વીશી બાલાવબોધ
સાધુવંદના રાસ ૩૫૦ ગાથાના સ્તવનને બાલાવબોધ
જબૂસ્વામી રાસ દીવાલીકલ્પ બાલાવબોધ
શ્રી ચંદ્રકેવલીરાસ આધાત્મકલ્પદ્રુમ બાલાવબોધ
બે ચોવીશીઓ પાક્ષિકસૂત્ર બાલાવબોધ
દશદૃષ્ટાંતની સજ્ઝાય ધ્યાનમાલા ઉપર બે
ગદષ્ટિની સજ્ઝાય ઉપરાંત, સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવ, રસ, સ્તુતિઓ વગેરેની રચના કરી છે.
તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષના સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસો વદ ૪ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયું હતું. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમનો
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org