SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો 317 હિંસા (કલ) કરવી નહીં; અપુત્રીયાનું દ્રવ્ય લેવું નહીં, ગુલામ તરીકે કેઈને પકડવા - રાખવા નહીં. એક પ્રસંગે શ્રી વિજયસેનસૂરિએ રાજસભામાં ઈશ્વર, સૂર્ય અને ગંગા નદી પ્રત્યેની જેની માન્યતાને સિદ્ધ કરી બતાવી ઈતર વર્ગની મુરાદને નિષ્ફળ બનાવવા સાથે સૌને અતીવ પ્રભાવિત કર્યા હતા. બાદશાહ અકબરે ત્યારે તેમને “સવાઈ હીર'નું બિરુદ આપ્યું હતું. શ્રી વિજ્યસેનસૂરિએ ત્રણેક વર્ષ લાહોર અને આસપાસ વિચરી, વિ. સં. ૧૬પરમાં ગુરુદેવ હીરવિજયસૂરિના નરમ થ્યના સમાચાર જાણી ગુજરાત તરફ વિહાર કર્યો. પાટણ ચાતુર્માસ હતા ત્યાં જ ઉનાથી ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર જાણું અત્યંત આઘાત અનુભવ્યું. ત્યાર પછી ગચ્છનાયકપદની જવાબદારી આચાર્ય શ્રી વિજ્યસેનસૂરિએ સંભાળી હતી. શ્રી વિજયસેનસૂરિના હસ્તે કાવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત, પાટણ આદિ અનેક ગ્રામ-નગરમાં લગભગ ચાર લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી. આ ઉપરાંત તારંગા, શંખેશ્વર, શત્રુજ્ય, પંચાસર, રાણકપુર, આરાસણ આદિ તીર્થસ્થાનના જિનાલને જીર્ણોદ્ધાર પણ તેઓશ્રીએ કરાવ્યું હતું. તેમણે “સુમતિ રાસ અને સૂક્તાવલી ગ્રંથ અને ઉલ્લેબ સાંપડે છે. શ્રી વિજયસેનસૂરિ વિ. સં. ૧૯૭૧માં ખંભાત પાસેના અકબરપુરમાં, 67 વર્ષની વયે, 58 વર્ષને દીક્ષા પર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા હતા. બાદશાહ જહાંગીર પાસેથી “જહાગીરી મહાતપા”નું બિરૂદ મેળવનાર, પ્રભાવશાળી સંઘનાયક, મહાન તપસ્વી આચાર્યશ્રી વિજયદેવસૂરિ મહારાજ આચાર્ય વિજયદેવસૂરિ સમર્થ વિદ્વાન, મહાન તપસ્વી પરમ પ્રભાવક જૈનાચાર્ય હતા. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ અંતર્ગત જે “વિજ્યદેવસૂર સંઘ” આજે પ્રસિદ્ધ છે તે તેમના નામને જ દ્યોતક છે. શ્રી વિજયદેવસૂરિના ગુરુ શ્રી વિજયસેનસૂરિ અને દાદાગુરુ શ્રી હીરવિજયસૂરિ હતા. આ ત્રણે સમર્થ આચાર્યોએ તેમના સમયના મેગલ સમ્રાટ અકબર. જહાંગીર અને શાહજહાંને પ્રતિબધી ભારતવર્ષમાં જીવદયા પ્રવર્તાવવાનું મહાન કાર્ય કર્યું હતું. શ્રી વિજયદેવસૂરિનો જન્મ “ઉકેશ' જાતિના મહાજન પરિવારમાં વિ. સં. ૧૯૩૪માં ઈડરમાં થયો હતો. તેમના પિતાનું નામ થીરા અને માતાનું નામ રૂપાદેવી હતું. અને તેમનું પિતાનું નામ વાસુદેવકુમાર હતું. વાસુદેવનાં માતાપિતા ધાર્મિક વિચારનાં હતાં, એટલે વાસુદેવને બાળપણથી ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. બાળ વાસુદેવનું મને ઉત્તરોત્તર ત્યાગ તરફ ઢળતું ગયું અને એક દિવસ, 10 વર્ષની બાલ્યવયમાં જ ત્યાગમાર્ગે જવાને સંકલ્પ કર્યો. માતા રૂપાદેવી પણ દીક્ષા લેવા તત્પર બન્યાં. બંનેની દીક્ષા અમદાવાદ - હાજા પટેલની પિળમાં શ્રી વિશેનસૂરિના વરદ હસ્તે વિ. સં. ૧૯૪૩માં સમ્પન્ન થઈ. બાળ વાસુદેવનું નામ મુનિશ્રી વિદ્યાવિજય રાખવામાં આવ્યું. નામ પ્રમાણે તેઓ વિદ્યાનું ઉપાર્જન કરવા તત્પર થયા. તેમની યોગ્યતાથી પ્રભાવિત Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249088
Book TitleVijaysensuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size78 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy