________________
શાસનપ્રભાવક
સમર્થ વિદ્વાન, વાદકુશળ, પ્રખર પ્રભાવી અને પરમ ઉપકારી
આચાર્યશ્રી વિજયસેનસૂરિજી મહારાજ
આચાર્ય વિજ્યસેનસૂરિ તપાગચ્છ શ્રમણપરંપરાના એક પ્રબળ પ્રભાવી આચાર્ય હતા. તેઓ વિદ્વાન અને બાદમાં સમર્થ હતા. તેમના હસ્તે જૈનશાસનની પ્રભાવનાને વિસ્તારના વિવિધ કાર્યો થયાં હતાં. શ્રી વિજયસેનસૂરિ હીરવિજ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તેમના દીક્ષાદાતા શ્રી હીરવિજયસૂરિના ગુરુ શ્રી વિજયદેવસૂરિ હતા.
શ્રી વિજયસેનસૂરિનો જન્મ વિ. સં. ૧૬૦૪માં ફાગણ સુદિ પૂનમના, નાડલાઈ (મારવાડ)માં થયું હતું. તેમના પિતાનું નામ કર્માશાહ અને માતાનું નામ કેડમદે હતું. અને તેમનું પિતાનું નામ જયસિંહ હતું. પિતા કર્માશાહ વિ. સં. ૧૮૧૧માં શ્રી વિજયદાનસૂરિના હસ્તે દીક્ષા અંગીકાર કરી, શ્રી હીરવિજ્યસૂરિના શિષ્ય બની, મુનિ કમલવિજય નામ ધારણ કર્યું હતું. માતા કેડલદેની ભાવના પણ દીક્ષા લેવાની હતી, પરંતુ પુત્ર જયસિંહને હજુ આઠ વર્ષ પણ પૂરાં થયાં ન હઈ પિતાના ભાઈ જયતેને ત્યાં પાલી શહેર બે વર્ષ રહ્યાં, અને વિ. સં. ૧૯૧૩માં, સુરતમાં, શ્રી વિજયદાનસૂરિ પાસે તેઓએ અને પુત્ર જયસિંહે દીક્ષા ગ્રહણ કરી. તેઓનાં નામ અનુક્રમે સાધ્વી કલ્યાણશ્રીજી અને મુનિ જ્યવિમલ રાખવામાં આવ્યાં. મુનિ જયવિમલને શ્રી હીરવિજયસૂરિના શિષ્ય બનાવી શ્રી વિજ્યદાનસૂરિએ થડા સમય બાદ પાટણ, તેમના ગુરુ પાસે મોકલ્યા. મુનિ જ્યવિમલે ગુરુ પાસે રહી વ્યાકરણ, કેશ, સાહિત્ય, દ, ન્યાય અને જિનાગને ઊંડો અભ્યાસ કર્યો. ગુરુદેવે વિ. સં. ૧૯૨૬માં ખંભાતમાં તેમને પંન્યાસપદ આપ્યું, અને સં. ૧૯૨૮માં, અમદાવાદના અહમદપરામાં શ્રેષ્ઠિ મૂળા શેઠે કરેલ ઉત્સવમાં આચાર્યપદ આપી, તેમનું નામ આચાર્ય વિજયસેનસૂરિ રાખ્યું.
આચાર્ય વિજયસેનસૂરિમાં તેમના સમર્થ ગુરુ શ્રી હીરવિજ્યસૂરિના ઘણા ગુણ ઊતર્યા હતા. લગભગ તેઓશ્રી પિતાના ગુરુ જેટલા જ સમર્થ અને પ્રભાવી હતા. વિ. સં. ૧૯૩૨માં સુરતના ચાતુર્માસમાં તેમણે દિગંબર ભટ્ટારકને વાદમાં હરાવ્યા હતા. શ્રી હીરવિજયસૂરિ જ્યારે અકબર બાદશાહના નિમંત્રણથી ફતેહપુર સીકી ગયા ત્યારે ત્યાં આજુબાજુમાં ચારેક વર્ષની સ્થિરતા દરમ્યાન શ્રી વિજયસેનસૂરિએ ગચ્છની જવાબદારી સંભાળી લીધી હતી, અને ગુજરાતમાં રહી સારી એવી શાસનેન્નતિ કરી હતી. જ્યારે શ્રી હીરવિજયસૂરિ ગુજરાત તરફ આવવા નીકળ્યા ત્યારે તેમણે બાદશાહને તેના અતિ આગ્રહથી વચન આપ્યું હતું કે, “હું ગુજરાત જઈને મારા પટ્ટશિષ્ય વિજ્યસેનસૂરિને મેકલી.” આ વાતને ત્રણેક વર્ષ થતાં અકબર બાદશાહે શ્રી હીરવિજયસૂરિને લખી જણાવ્યું કે, “હવે તમે તમારા પટ્ટધર શ્રી વિજ્યસેનસૂરિને લાહોર મેકલે.”
શ્રી વિજયસેનસૂરિએ વિ. સં. ૧૯૪૯માં ગુરુની આજ્ઞા થતાં રાધનપુરથી વિહાર કરી પાટણ, આબુ સિરોહી, રાણકપુર, નાડલાઈ, વૈરાટનગર, મહીંમનગર, લુધિયાણા થઈ લાહોર પધાર્યા હતા. અકબર બાદશાહ શ્રી વિજયસેનસૂરિની વિદ્વત્તાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના ઉપદેશથી જીવદયાનાં કેટલાંક વધુ ફરમાને જાહેર કર્યા, જેવાં કે, ગાય, બળદ, પાડાને ભેંશની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org