________________
૧૯૨
શાસનપ્રભાવક
'
'
છે, તેથી આ ૧૨મા ભાગનું નામ સ્યાદ્વાદતુ બ ' રખાયું છે, જૈનસાહિત્યમાં ૭૦૦ નયેના સ’ગ્રહવાળુ' · સપ્તશતારચક્ર' હતું, જેમ આ ૧૨ નયાના સંગ્રહવાળું ઃ દ્વાદશાર નયચક્ર ’છે. આચાર્ય મલવાદીએ આ નયચક્રમાં પૂર્વનાં પ્રાચીન દનાથી લઈ પોતાના સમય સુધીના મતેનું તલસ્પર્શી સ્વરૂપ વવી, તેની માર્મિક સમાલેચના કરી છે. નય અને સ્યાદ્વાદ દનનું વિવેચન કરનાર સંસ્કૃત ભાષાના આ અદ્ભુત-અનુપમ ગ્રંથ છે. વમાનમાં આ ગ્રંથ મૂળસ્વરૂપે મળતે નથી. આચાર્ય શાંતિસૂરિ, મલ્લધારી શ્રી હેમચ`દ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય ના ગુરુભાઈ આચાય પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આચા` ચદ્રસેનસૂરિના સમય સુધી આ ગ્રંથ વિદ્યમાન હતા. વિ. સ. ૧૩૩૪ પહેલાં તે વિલુપ્ત થઈ ગયા. એટલે વમાનમાં આ ગ્રંથ મૂળ સ્વરૂપે મળતા નથી; પણ તેના ઉપર આચાય સિંહસૂરગણું વાદી ક્ષમાશ્રમણ્કૃત ‘ નયચક્રવાલ ’ અપરનામ ‘ ન્યાયગમાનુસારિણી ’ નામની ૧૮ હજાર બ્લેકપ્રમાણ સંસ્કૃત ણિ ટીકા મળે છે અને મહે યશોવિજયજીએ તેને આદશ પાઠ તૈયાર કરેલ છે તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથકર્તાની વાદશક્તિનો વિશદ ખ્યાલ આવે છે. વમાનમાં વિદ્યમાન વિદ્વયં શ્રી જમ્મૂવિજયજી મહારાજે ઘણું ઘણું સંશોધન કરી ‘દ્વાદશાર નચક્ર ઉપર સારા એવા પ્રકાશ પાડતાં ગ્રંથનું સ્તુત્ય સર્જન કર્યુ” છે. )
આચાર્ય. મલ્લવાદીના મોટાભાઈ મુનિ અજિતયશે વાદી શ્રીચંદ્રની પ્રેરણાથી ‘ પ્રમાણ ’ ગ્રંથ રચ્યા હતા અને વચલા ભાઈ યક્ષમુનિએ ‘ અષ્ટાંગનિમિત્તએ ધની’સંહિતાનું નિર્માણ કર્યુ. હતું. વર્તમાનમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ ‘ અનેકાંત જયપતાકા 'માં આચાર્ય. મલ્લવાદીના ગ્રંથ · સન્મતિત ’માંથી ઘણાં અવતરણા ટાંકળ્યાં છે. આથી આચાય મલ્લવાદી શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયેલા સિદ્ધ થાય છે. આચાય મલ્લવાદીસૂરિના બૌદ્ધો સાથે શાસ્ત્રા વીરનિર્વાણુ સં. ૮૮૪ ( વિ. સં. ૪૧૪ )માં થયેા હતેા, એ આધારે આચાર્ય મલવાદીસૂરિ વીરનિર્વાણની નવમી ( વિક્રમની પાંચમી) શતાબ્દીમાં થયેલા મનાય છે.
-
,
આગમાહારક અને ‘ પ્રખર ભાષ્યકાર ’ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતા
આચાર્ય શ્રી જિનભદ્રણિ ક્ષમાશ્રમણ
Jain Education International/2010/04
( શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહાશ્રુતધર આચાર્ય હતા. તે જ્ઞાનના સાગર અને આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. તેમનું ચિંતન સ્વતંત્ર નહિ, પણ આગમયુક્ત હતું. આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમને પ્રથમ સ્થાન આપ્યું. આગમનુ આલંબન લઈ તેમણે યુક્ત અને અયુક્તની વિચારણા કરી. ઇતિહાસનાં પૃષ્ઠો પર આગમપર’પરાના પોષક આચાર્યામાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ નોંધપાત્ર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org