________________
શ્રમણભગવત
13
શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણે પિતાના ગ્રંથમાં ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. અકટ્ટક ગામમાંથી પ્રાપ્ત થયેલી બે પ્રતિમાઓ પર કતરેલા લેખમાં નિવૃત્તિકુળના આચાર્ય જિનભદ્રને ઉલ્લેખ છે. આ ઉલેખ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ સાથે સંબંધવાળો જણાય છે શ્રી જિનભદ્રગણિની પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણ તરીકે છે, પરંતુ વાચક-ક્ષમા શમણ વગેરે નામે એકાઈ વાચક છે. પ્રસ્તુત પ્રતિમાના લેખના આધારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નિવૃત્તિકુળના સિદ્ધ થાય છે. નિવૃત્તિકુળને સમય શ્રી વાસેનસૂરિના શિષ્ય નિવૃત્તિ સાથે છે. આથી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થનારા વજનશાખીય સંભવે છે.
(વલભીના જેનભંડારમાં શ્રી જિનભદ્રગણિત વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિ પ્રાપ્ત થઈ છે તે શક સં. પ૩૧ માં લખાઈ છે. એથી એ જિનભદ્રગુણિને વલભી સાથે કોઈને કઈ પ્રકારને વિશેષ સંબંધ હોય તેમ અનુમાન થાય છે. જેસલમેર ભંડારની વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિના અંતમાં બે ગાથાઓ મળે છે તેમાં પણ વલભીનગરીને ઉલ્લેખ મળે છે. જીવકલ્પ ચૂર્ણિકાર શ્રી સિદ્ધસેનગણિએ ચૂર્ણિની છ ગાથાઓમાં શ્રી જિનભદ્રગણિની ભાવપૂર્ણ શબ્દોમાં પ્રશંસા કરી છે, તેનો સાર આ પ્રમાણે છેઃ “શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણું અથગમના ધારક હતા; યુગપ્રધાન હતા. જ્ઞાનીજનેમાં મુખ્ય હતા; દર્શને પગ અને જ્ઞાને પગના વિશિષ્ટ જ્ઞાતા હતા. સુવાસથી આકર્ષાઈને જેમ ભ્રમરો કમળને સેવે છે તેમ, જ્ઞાનરસના પિપાસુ મુનિએ શ્રી જિનભદ્રગણના મુખમાંથી નીકળેલા જ્ઞાનામૃતનું પાન કરવા સદા ઉત્સુક રહેતા. સ્વસમય-પરસમય આદિ વિવિધ વિષયે પર આપેલાં વ્યાખ્યાનેથી તેમને યશ દશે દિશાઓમાં ફેલાયો હતો. તેમણે પિતાના બુદ્ધિબળથી આગમને સાર વિશેષાવશ્યક ભાષ્યમાં ગૂંથેલ છે. છેદસૂત્રના આધારે પ્રાયશ્ચિત્તનાં વિધિ-વિધાન સંબંધી જીતસૂત્રની તેમણે રચના કરી છે. આ રીતે અનેક વિશેષતાઓના
સ્વામી આગમવેત્તા સંયમશીલ ક્ષમાશ્રમના અગ્રણી જિનભદ્રગણિ હું નમસ્કાર કરું છું.” શ્રી સિદ્ધસેનગણિના આ વર્ણનથી શ્રી જિનભદ્રગણિના વિશિષ્ટ વ્યક્તિત્વને પરિચય મળે છે.
આગમના વ્યાખ્યામાં નિર્યુક્તિ બાદ ભાષ્યને ક્રમ આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. નિયુક્તિની અપેક્ષાએ ભાગ્ય અર્થને અધિક સ્પષ્ટ કરે છે. ઘણું વખત આગમને ગૂઢાર્થ સમજવામાં નિર્યુક્તિ અને નિર્યુક્તિના પારિભાષિક શબ્દોમાં ગૂંથાયેલા અને સ્પષ્ટ કરવા માટે ભાગેની રચના થઈ છે. વર્તમાનમાં મુખ્યત્વે બે ભાષ્યકાનાં નામ મળે છે: ૧. સંઘદાસગણિ અને ૨. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ. એ બે ભાગ્યકાર સિવાય ત્રીજા ભાગ્યકાર વ્યવહારભાષ્યના કર્તા અને ચોથા ભાષ્યકાર બૃહત્કલ્પ બૃહદ્ ભાગના કર્તા છે.
ભાષ્યની રચના નિયુક્તિઓ પર થઈ છે. કેટલાંક ભાળ્યાને આધાર મૂળસૂત્ર પણ છે નીચેના આગમગ્ર પર ભાષ્ય લખાય છેઃ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, ૫. પંચકલ્પ, ૬. વ્યવહાર, ૭. નિશીથ, ૮. જીતક૯૫, ૯ ઘનિયુક્તિ, ૧૦. પિંડનિયુક્તિ.
સંઘદાસગણિનાં બે ભાગ્ય મળે છે: ૧. બૃહત્કલ્પ લઘુભાષ્ય અને ૨. પંચકલ્પ મહાભાષ્ય. શ્ર. ૨૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org