________________ પ્ર.૧૦૭ સાધુ અને પોસાતીને ધન્યવાદ પ્રતિક્રમણમાં શ્રાવકો ક્યા શબ્દથી આપે ? ઉ.૧૦૭ “સાધુ-ધન્ય મુનિરાજ' (પકખી અતિચારમાં તથા ઠાણક્કમણે સૂત્ર પછી) પોસાતી- ધન્ય પોસાતી' (ગમણા ગમણે સૂત્ર બોલ્યા પછી) બોલવામાં આવે છે. પ્ર.૧૦૮ ક્યા સૂત્ર પંચ પ્રતિક્રમણની વિધિમાં બોલાતા નથી ? ઉ.૧૦૮ પંચિંદિયસૂત્ર, સંથારાપોરિસી, સાગરચંદો, સામાઈય વયજુત્તો, મન્હ જિણાણું. પ્ર.૧૦૯ ઠાવ્યા વગર ક્યા ક્યા પ્રતિક્રમણ થાય છે ? ઉ.૧૦૯ પકડી, ચઉમાસી, સંવત્સરી,. | પ્ર.૧૧૦ ક્યા પ્રતિક્રમણમાં ક્યા સૂત્રનો શબ્દ (અક્ષર) સુધારી બોલાય છે ? ઉ.૧૧૦ ચઉંમાસી પ્રતિક્રમણમાં વાંદણા સૂત્રને વઈર્ષાતો' શબ્દ સૂધારવાનો હોય છે. પ્ર.૧૧૧ છ આવશ્યક વિનાની મુહપત્તિનું પડિલહેણ પ્રતિક્રમણમાં ક્યારે થાય ? ઉ.૧૧૧ પખી પ્રતિક્રમણ, ચોમાસી, સંવત્સરી, સામાયિક લેવાની, પારવાની વિધિમાં. પ્ર.૧૧૨ પ્રતિક્રમણમાં 2+2+2=6 વાંદણા એકસાથે ક્રમશઃ ક્યારે બોલાય છે ? ઉ.૧૧૨ પકખી, ચોમાસી, સંવત્સરી, પ્રતિક્રમણ સમાપ્ત થાય ત્યારે ક્રમશઃ ખામણા ખામ્યા. પ્ર.૧૧૩ પંચ પ્રતિક્રમણમાં ક્યું સૂત્ર સાધુ/ શ્રાવક થોડું સાભળે / થોડું બોલે છે ? ઉ.૧૧૩ સંસાર દાવા, નમોડસ્તુ, અતિચાર. પ્ર.૧૧૪ છ આવશ્યકમાં ક્યા ક્યા આવશ્યકનો પ્રારંભ મુહપત્તિ'ની પડિલહેણથી થાય છે ? ઉ.૧૧૪ સામાયિક, વંદણ, પચ્ચકખાણ. પ્ર.૧૧૫ 22 ભગવાનના સાધુ પ્રતિક્રમણ ક્યારે કરે ? ઉ.૧૧૫ જે સમયે દોષ લાગ્યો હોય તે સમયે જ કરી લે. પ્ર.૧૧૬ પ્રતિક્રમણમાં પૂ.સાધુ મ.ક્યા સૂત્ર શ્રાવક બોલે તો સાંભળે ? (આદેશ આપે) ઉ.૧૧૬ થોય, સ્તવન, સંતિકર, અજિતશાંતિ, મોટી શાંતિ, નાની શાંતિ. પ્ર.૧૧૭ “ઈચ્છકાર' સૂત્ર ક્યા પ્રતિક્રમણમાં બોલાય છે ? ઉ.૧૧૭ રાઈ પ્રતિક્રમણમાં. Sutra gyana # 17 www.jainuniversity.org