SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ૨૧૩ જન્મ, વતન અને માતા-પિતા : મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫ર ના કારતક સુદ પાંચમ જ્ઞાન-પંચમી કે લાભપાંચમ)ના પર્વ દિવસે કપડવંજ શહેરમાં થયો હતો. તેઓનું નામ મણિલાલ, માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી હતું. માના માણેકબહેનને ધર્મ તરફ વિશેષ અનુરાગ હતો. આજથી પોણો સો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું. ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવ-વિચાર, નવ-તત્ત્વોનો અભ્યાસ કર્યો હતો. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. તેમાં એક સંતાન જ ઉછરેલું અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું. વળી જયાં મહારાજશ્રીનો જન્મ થયો હતો તે વતન કપડવંજ પણ ધર્મ-શ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર હતું. ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણ-કણમાં પ્રસરેલી હતી. ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મ-સાધનાનો માર્ગ અપનાવ્યો હતો. વર્તમાન સમયમાં આગમ-ગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ કપડવંજને જ પ્રાપ્ત થયું હતું. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી મહારાજ અને પૂજ્યપાદ આગમ-પ્રભાકર શ્રત-શીલ-વારિધિ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ. કપડવંજ શહેરનાં જૈન-ઘરોમાંથી એકાદ ઘર જ એવું હશે કે જેમાં કોઈએ દીક્ષા-ત્યાગ-માર્ગ ન સ્વીકાર્યો હોય. દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ત્યાગ-માર્ગ નીકળતું. આવા ત્યાગ-વૈરાગ્ય-તપના ત્રિવેણીસંગમથી શોભનું પૂ. મહારાજશ્રીનું વતન હતું. તેથી પૂ. મહારાજશ્રીને પણ ત્યાગમાર્ગે જવામાં આ વતન નિમિત્તરૂપ બન્યું હતું. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા. માણેકબહેન વતનમાં એકલાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળથી મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ ત્યાં દોડી આવ્યા. એમણે મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને ધરમાં દોડી જઈને એ ભલા સદગૃહસ્થ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી. એ તો હાંફળાફાંફળાં આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું. એમને થયું કે ઘરના એકના એક દરવેલાને પણ આગે ભરખી લીધો. એમના દુ:ખનો પાર ન રહ્યો. પેલા વહોરા સગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું. એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઇન્સાન હતા અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈક હિન્દુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિન્દુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવડાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું. એટલે બીજે દિવસે સવારે એમણે ઘેર-ઘેર ફરીને તપાસ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249030
Book TitleGyanoddharaka Muni Punyavijayji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy