SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સુકડિ- ઓરસીયા સંવાદ ડૉ. દેવબાળા સંઘવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પરંપરાનુસાર આ કૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે. સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાષણને આલેખતી, માનવીનાં અંગો અને અવયવો અરસપરસ બોલતાં હોય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કોઈ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય છે. પ્રથમ વિભાગમાં નેમ રાજુલસંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ-મંદોદરિ સંવાદ તો બીજા વિભાગમાં લોચન કાજલ સંવાદ, જીભ દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથનો સંવાદ રચાનાવિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિયો, સમુદ્ર-ક્લશ, સૂર્ય-દીપક, સુખડ ઓરસીયો આદિનો સંવાદ આલેખાયેલ છે. ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમાં શતકમાં મુનિ લાવણ્યસમય કૃત રાવણમંદોદરી સંવાદ, કરસંવાદ, ગોરી - સાંવલી વિવાદ તથા સૂર્ય - દીપ સંવાદ તથા કવિ સહજસુંદરકૃત યૌવન - જરા સંવાદ અને આંખ-કાન સંવાદ નોંધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિકૃત સમકિત - શીલ સંવાદ, જયવંતસૂરિકૃત લોચન-કાજલ સંવાદ, હીરકલશકૃત જીભ - દાંત સંવાદ, કવિ સમયસુંદર રચિત દાન-શીલ તપ-ભાવના સંવાદ, શ્રીસારફત મોતી - કપાસીયા સંવાદ, ઉપા. કુશલધીર રચિત ઉદ્યમ કર્મ સંવાદ ધ્યાનાર્હ કૃતિઓ છે. અઢારમાં શતકમાં ઉપા. યશોવિજયજીત સમુદ્ર - વહાણ સંવાદ, ઉદયવિજયજીકૃત સમુદ્ર - કલશ સંવાદ ને આચાર્ય ભાવપ્રભસૂરિકૃત સુકડિ - ઓરસીયા સંવાદ સં. ૧૭૮૩ ઉલ્લેખનીય છે. આ અપ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેનો પરિચય અત્રે કરાવવાનો ઉદ્દેશ છે. ભાવપ્રભસૂરિની આ સંવાદ રચના ૧૬ ઢાલ અને ૩૫૪ કડીની ૭૬૪ પંકિતઓમાં પથરાયેલી સહુથી દીર્ધ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છે છતાં તેમાં આલેખાયો છે વિવાદ. સુખડીની લાકડી અને ઓરસીયા વચ્ચે આ વિવાદ નારી-નર વચ્ચેનો, વનસ્પતિકાય અને પૃથ્વિકાય વચ્ચેનો હંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસના એકમેકથી મઠી ઊંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ઠા સર્જી સામાના દોષદર્શન અને પોતાના ગુણગાન સુધી પહોંચી જઇ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશકિત, ઊંડી વિચારશકિત અને તીણ દલીલશકિતનો પરિચય કરાવે છે. શત્રુંજય તીર્થ પર જિનપ્રભુની અંગપૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી કૃતિમાં કવિએ નીતિ-બોધ-ઉપદેશની સુંદર ગૂંથણી કરી છે. ૧૮૯ સુકડિ ઓરસીયા સંવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230266
Book TitleSukdi Orisiya Samvad
Original Sutra AuthorN/A
AuthorDevbala Sanghavi
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size554 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy