SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય સંરક્ષણ – આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી પૂર્વકાલીન શંખલાબદ્ધ ઈતિહાસ જળવાઈ શકે, તેમ પૂર્વ પુરુષની અમૂલ્ય વાણી સંભાળવામાં જૈન સમાજે વાપરેલી દીર્ઘદર્શિતા માટે પૂર્વ અને પશ્ચિમના સાક્ષરો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા. છે; કેમ કે જૈન સાક્ષરે એ ઇતિહાસ સંરક્ષણની શરૂઆત શીલાલેખ, તામ્રપત્રો અને સંજ્ઞાસૂચક ચિત્રપટોથી સદીઓ પહેલાં કરી અને તે સાથે સાહિત્ય સંરક્ષણ અર્થે તાડપત્રો તથા ભેજપત્રને ઉપગ શરૂ કરી દીધું અને શોધક દૃષ્ટિએ આગળ વધીને કાપડ (પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલાં બે પુસ્તકો છે, જેમાંનું એક સંવત ૧૪૧૮માં લખેલું ૨૫ ૪૫ ઇંચને કદવાળાં ૯૩ પાનાંનું છે. સામાન્ય ખાદીના કાપટના બે ટુકડાને ચોખાની લાહથી ચેડી, તેની બંને બાજુએ લાહી ચોપડી અકીકના અગર તેવા કઈ પણ ઘૂંટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય “ચોપાસાની વિજ્ઞપ્તિ', “સાંવત્સરિક ક્ષમાપના', કર્મગ્રંથનાં યંત્રો', “અનાનુપૂવી” આદિ પણ એકવડાં કપડાં ઉપર લખાયેલાં મળે છે.) તથા જાડા કાગળમાં શાસ્ત્ર ગ્રંથને હાથે લખાવીને સેંકડો ગામે સાહિત્યને વિકાસ કર્યો, અને તે સાધને યાવતચંદ્રદિવાકરૌ જળવાઈ રહે, તે માટે તેને આગ, પાણી કે જીવજંતુ સ્પર્શ ન કરી શકે, તેવી સલામત વૈજનાથી ડાબડા તથા ભંડારમાં સંરક્ષણ આપ્યું. આ વાતની અગમ્ય ભંડારો, ભોંયરાઓ અને થાંભલાઓમાં છૂપાયેલે ગ્રંથસંગ્રહ અત્યારે પણ ખાતરી આપે છે. મળેલાં સાધને ઉપરથી જાણી શકાય છે કે, સૈકાઓ પહેલાંથી સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે દરેક ગચ્છના સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓ, મંત્રીઓ તેમ જ ધનાઢય ગૃહસ્થોએ તપશ્વર્યાના ઉદ્યાપન નિમિત્ત, જિનાગમિશ્રવણ નિમિત્તે, પોતાના અથવા પિતાના પકવાસી સ્વજનના કલ્યાણ અર્થે, સાહિત્ય પ્રત્યેની પોતાની અભિરુચિને કારણે અગર તેવા કોઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદશે લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારે મેળવીને મોટા મેટા જ્ઞાનભંડારેની સ્થાપના કરીને જ્ઞાનને પ્રચાર કર્યો છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે, સાધારણમાં સાધારણ શ્રી આર્ય કયાણામસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230261
Book TitleSahitya Samrakshan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size371 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy