________________
bhashsaashaashshasabha shasabha [૪૧]
વ્યકિતઓએ પણ ઉપરાત શુભ નિમિત્તેામાંનુ કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં મહત્ત્વપૂર્ણ કાળેા આપવામાં પાછી પાની નથી કરી.
પૂજયપાદ શ્રીમાન દેવવિધ ગણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યે ત્યારે અને તે પછી અનેક સમ તેમ જ સાધારણ વ્યકિતઓએ વિશાળ જ્ઞાનડારાની સ્થાપના કરી છે. એનુ' સપૂર્ણ સ ંશોધન કરવુ અશકય છે, પરંતુ ઉપલક નજરે જોતાં સાહિત્યરસિક મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એક્ઠા કરી સદનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચ'દ્ર કૃત સવા લાખ શ્લોકપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેકડો પ્રતિએ લખાવી તેના અભ્યાસીઓને દેશ પરદેશમાં ભેટ મોકલાવ્યાને ઉલ્લેખ ‘પ્રભાવકચરિત્ર' તથા ‘કુમારપાલપ્રબ'ધ'માં છે. મહારાજા કુમારપાળને માટે પણ કુમારપાલપ્રબ ધાદિમાં એકવીશ જ્ઞાનભ’ડાર સ્થાપ્યાના તથા પેાતાના રાજકીય પુસ્તકાલય માટે . જૈન આગમ ગ્રંથે! અને આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત ‘યોગશાસ્ત્ર,' વીતરાગસ્તવ’ની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની નોંધ છે.
મ'ત્રીઓમાં જ્ઞાનભંડાર લખાવનાર મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે નાગે...દ્રગચ્છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ઉપદેશથી જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિન - ગણિકૃત ‘વસ્તુપાલચરિત્ર’, ‘ઉપદેશ તર’ગણી’ આદિમાં નજરે પડે છે. તેમ જ માંડવગઢના મ`ત્રી પેથડ શાહુ તપગચ્છીય આચાય ધ ઘાષસૂરિ પાસે આગમ શ્રવણુ કરતાં ‘ભગવતીસૂત્ર’માં આવતા વીરગૌતમ’નામની સાનાનાણાથી પૂજા કરી, તે એકઠા થયેલા દ્રવ્યથી પુસ્તકો લખાવી ભરુચ આદિ સાત સ્થાનેમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત ગૃહસ્થામાં, ખરતરગચ્છીય આચાય જિનભદ્રના આદેશથી ધરણા શાહે, મહેાપાધ્યાય શ્રી મહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબારનિવાસી સ.. ભીમનાં પૌત્ર કાલુએ, આગમગચ્છીય શ્રી સત્યસૂરિ, જયાનંદસૂરિ અને વિવેકનસૂરિના ઉપદેશથી પેથડ શાહ, મંડલીક તથા પર્વતકાન્હાએ નવીન ગ્રંથ લખાવી જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. આજ સુધીમાં આવા સેંકડો જ્ઞાનભડારે ઊભા થયા અને કાળની કુટિલતાને મળે, રાજયની ઊથલપાથલને લીધે કે જૈન સમાજની અજ્ઞાનતાને લીધે તેમાંના ઘણા શી વિશીષ્ણુ થઈ ગયા અને ઘણા માલિકીના મેહમાં કે અજ્ઞાનતાથી ઉધઇના મુખમાં અદૃશ્ય થયા કે જીણુ દશાને પામ્યા. આ ઉપરાંત પાણીથી ભીંજાઇને ચાટી જવાથી અથવા તે બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હેાવાને લીધે, ઊથલ પાથલના સમયમાં એકબીજા પુસ્તકનાં પાનાંએથી ખીચડારૂપ થઈ અન્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીએમાં, દરિયામાં અથવા
શ્રી આર્ય કલ્યાણતિપ્રસૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org