________________
સાધુસંતોની વાણીમાં પ્રગટ થતી બિનસાંપ્રદાયિક્તા અને સામાજિક સંવાદિતા
સમતાથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય છે. જ્ઞાન (વિવેકજ્ઞાન)થી મુનિ થવાય છે અને તપથી તાપસ થવાય છે. समवाए समणो होइ बंभचरेण बंभणो ।
नाणेण य मुणी होई सण होई तावसो ॥ ૩૧ ||
સમતા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાનતાનો ભાવ કેળવી આ મીયતા બતાવવી તે. તેમજ સુખદુઃખ, લાભહાનિ, જયપરાપના પ્રસંગોમાં મનનું મોલપણ ન ગુમાવતાં એનું સ્થાપ જાળવી રાખવું તે.
બ્રહ્મચર્ય એટલે પૌદ્ગલિક સુખોપભોગમાં લુબ્ધ ન થતાં મનનો નિરોધ કરી બ્રહ્મમાં (પરમાત્મા અથવા પરમાત્મા પદે પહોંચાડનાર કલ્યાણમાર્ગમાં) વિચરવું, વિશ્વવું - મમા થવું તે.
જેમકે યશોવિજયજી કહે છે -
જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ એ છે કે જે જે રીતે રાગ-દ્વેષ ઓછા થાય, નષ્ટ થાય, તે તે રીતે વર્તો-પ્રવર્તો (વિત્ર વર્તુળા દ जह जह रागदोषा लहुं विलिञ्जन्ति वह वह पयष्टिअव्यं एसा आणा जिणि दाणं ॥
આધ્યાત્મપરીયા-અંતિમગાય. - પોવિજ
આમ મહાવી૨ વાણીમાં પદે પદે સામાજિક સંવાદિતા પ્રગટ થાય છે.
સંત હરિભદ્રસૂરિ (આઠમી સદી) એમના તત્ત્વપૂર્ણ સુંદર ગ્રંથ ‘આપવામા સમુપ માં જૈનદર્શનસંમત પર જુગતર્તા નથી એ સિદ્ધાંત યુક્તિપુરાર સિદ્ધ કર્યા પછી એ સમભાવસાર્થક અને ગુણપૂજક આચાર્ય કહે છે :
ततश्वेश्वरवादोऽयं पुज्यते परम
सम्यग् न्याय विरोधेन यथा हुं: शुध्धबुध्धयः ॥ ૧૦ || ईश्वरः परमात्मैव तदुक्तसेवनात्
यतो मुक्तिस्ततस्तरुपा कर्ता स्याद् गुणभावतः ॥ ૧૧ ॥ तदनासेवनादेव यत् संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं न दुष्यति ॥ ૧૨ ||
ઈશ્વરકર્તૃત્વનો મત આવી રીતની યુક્તિથી ઘટાવી શકાય છે કે રાગદ્વેષ મોરહિત પૂર્ણ વીતરાગ પૂર્ણજ્ઞાની પરમાત્મા એ જ ઈશ્વર છે. અને તેણે ફ૨માવેલ કલ્યાણમાર્ગને આરાધવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય અને એ પરમાત્માએ બતાવેલ સદ્ધર્મમાર્ગનું આરાધન નહિ કરવાથી ભવભ્રમણ જે કરવું પડે છે તે પણ ઈશ્વરનો ઉપદેશ નહિ માન્યાનું પરિણામ છે.
‘ઈશ્વર કર્તા છે' એવા વાક્ય પર કેટલાકનો આદર બંધાયો છે તેમને લક્ષ્યમાં રાખીને પૂર્વોક્ત પ્રકારની વ્યાખ્યા - દેશના આપવામાં આવી છે એમ રંભદ્રસૂરિ કરે છે.
कर्ताऽयमिति तद्वाक्यें यतः केषाश्विदादरः । अतस्तदानुगुण्येन तस्य कर्तृत्वदेशना ॥ ૩ ||
Jain Education International
૪૧
રિભદ્રસૂરિ બીજી રીતે પદ્મ ઉપચાર વગર ઇશ્વરને કાં બતાવે છે :
परमैश्वर्यकृत्वान्मत आत्मैव वेश्वरः ।
૪ ॥
सच कर्तेति निर्दोषे कर्तृवादो व्यवस्थितः ॥ અથવા પરમાત્મા ઈશ્વર છે એમ મનાયું છે, કેમકે દરેક આત્મા (જીવ) એના સાચા રૂપમાં પરમ ઐશ્વર્યપુંગી છે અને આત્મા (જીવ) તે ચોખ્ખી રીતે કર્યા છે જ. આવી રીતે ઈશ્વરકનૃત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે.
આમ હરિભદ્રસૂરિ સંવાદિતા સ્થાપવા પ્રયત્ન કરે છે. આચાર્ય હેમચન્દ્રાચાર્ય પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવની મૂર્તિના સામીપ્લે સ્તુતિ કરતી વખતે નીચેનો શ્લોક બોલ્યા હતા. તે તેમની બિનસાંપ્રદાયિક્તા તથા સામાજિક સેવાના પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે.
भवतीजाङ्कर जनना रागायाः क्षयमुपागता यस्या । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ॥
ભવ-સંસારના કારણભૂત રાગ, દ્વેષ આદિ સમગ્ર દોષો જેના ક્ષય પામ્યા છે તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે.
મૂર્તિ એ આવા વીતરાગતાના ઉચ્ચતમ આદેશનું (પરમાત્માનું વીતરાગતાનો પ્રતિભાસ પાડનારું પ્રતીક છે તે પ્રતીક દ્વારા આદર્શ (પરમાત્મા)ની પુજા-ભક્તિ થઈ શકે છે. આદર્શને કયા નામથી પૂજવું એ બાબતમાં આ શ્લોક કહે છે કે આદર્શનું પૂજન અને ભક્તિ અમુક જ નામ જ ઉચ્ચારીને થઈ શકે એવું કાંઈ નથી. ગમે તે નામ આપીને અને ઉચ્ચારીને આદર્શને પૂજી શકાય છે.
સંત યશોવિજયજી પણ એમની ‘પરમાત્માપચીસી' નામની કૃતિમાં કહે છે કે .
बुध्यो जिनो हृषीकेश शभ्भुर्ब्रह्मादिपूरुषः । इत्यादिनामभेदेऽपि नार्थतः स बिमियते ॥
બુદ્ધ, જિન, પીકે- શમ્ભુ, બ્રહ્મા, આદિ પુરુષ વગેરે જા જુદાં નામ છતાં એ બધાનો અર્થ એક જ છે. એક જ પરમાત્મા એ બધાં નામોથી અભિહિત થાય છે. અને વળી ‘અનેકાન્ત વિભૂતિ દ્વાત્રિંશિકા' નામના ગ્રંથમાં યશોવિજયજી કહે છે
रागादिजेता भगवन् । जिनोऽसि ।
युध्योऽसि बुद्धि परमामुपेतः
कैवल्यविद् व्यापितयाऽसि विष्णुः शिवोऽसि कल्याण विभूति पूर्णः ॥
કે પ્રભુ, હું ગાદિ દોષોનો જેતા હોવાથી જિન છે, પરમ બુદ્ધિને પ્રાપ્ત થયેલ હોઈ બુદ્ધ છે. કૈવલજ્ઞાનથી વ્યાપક હોવાથી વિષ્ણુ છે અને કલ્યાણપૂર્ણ હોવાથી શિવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org