________________ 294] જ્ઞાનાંજલિ ભલવાદી, યાકિની મહત્તાપુત્ર શ્રી હરિભદ્રાચાર્ય અને યશવિજપાધ્યાય વિશે અને તેમના ગ્રંથરાશિ વિશે પોતાના હૃદયમાં જે વ્યાપક અને ગંભીરાતિગંભીર વિગતોનો સંચય કર્યો છે, તેને યથાસમય મૂર્તરૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જૈન પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીખ માત્ર તટસ્થ રહીને મોઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કાંઈ સાધને આવશ્યક હોય તે બધાંય પૂરાં પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવશ્યક આર્થિક સાધનનો પણ આમાં સમાવેશ કરીને જ હું ભીખ માગી રહ્યો છું. હું તો વર્ષોથી આવી આશા રાખું છું અને શ્રીમાન પંડિતજીને પ્રસંગે પ્રસંગે વિનંતિ પણ કરું છું અને આજે ગુરુગુણગાન-પ્રસંગે પુનઃ પણ વીનવું છું. શ્રીમાન પંડિતજીએ પ્રસંગે પ્રસંગે ઉપર્યુક્ત મહાપુરુષો વિષે જે ટૂંકી ટૂંકી નોંધ કરી છે અને જે ભાવો વ્યક્ત કર્યા છે તે જોયા પછી અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરો અંતરથી માને છે કે આ મહાપુરુષોનું તારિક જીવન અને એમના ગ્રંથરાશિનું તારિક પરીક્ષ શ્રીમાન પંડિતજી સિવાય આલેખી શકે એવી બીજી એક પણ વ્યક્તિ જૈન સમાજમાં તેમ જ અન્ય સમાજમાં છે જ નહિ. [“પંડિત સુખલાલજી : પરિચય તથા અંજલિ, ઈ. સ. 157] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org