________________
શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી
વિદ્યાગુરુ—શ્રીમાન પૉંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગે છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા વનમાં મે' જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુએ અને ગૃહસ્થ વિદ્યાગુરુએ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું એ વ્યક્તિને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત જ્ઞાનેાપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારાના ઉદ્ઘારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સોંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનુ છે, જેએ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે. જીવનના ચૌદમે વર્ષે મને મારી જન્મદાત્રી અને ધર્માદાત્રી માતાએ (જે આજે વૃદ્ધાવસ્થામાં જીવંત છે અને જેમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી છે) તેમનાં ચરણામાં સાંપ્યા અને તેમનાં જ શ્રીચરણામાં હું દીક્ષા અને શિક્ષા પામ્યા. મારી ચેાગ્યતાનુસાર · તેઓશ્રીએ અતિયેાગ્યતાપૂર્વક મને અનેક વિષયોની જાતે તેમ જ અનેક પંડિતા દ્વારા ક્રમિક શિક્ષા આપી. અનેક પ્રકારનાં કાર્યોની કુશળતાની પ્રાપ્તિ પણ મતે તેમના જ દ્વારા થઈ છે અને તેમના જીવનમાંથી મેં ઘણી ઘણી પ્રેરણા અને યોગ્યતા મેળવી છે. આજે મારામાં જે કાંઈ છે તેનુ મૂળ આ ગુરુદેવ જ છે.
ખીજુ` સ્થાન પડિત શ્રી સુખલાલજીનુ છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયાનુ' જ્ઞાન પુસ્તકે દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનના યોગ જ કોઇ એવા વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યમાં પરાવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શકયો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓને એવા પ્રેમ હતા કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તેા દીવા જેવી છે કે મારુ અધ્યયન અતિ અપૂર્ણ છે.
આ બંને ગુરુએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યાં છે. એ ગુરુઓમાંથી એક ચુસ્ત્રી કે જેએ મારા જીવનનું સર્વસ્વ હતા, તે તેા આજે સ્વવાસી થઈ ચૂકયા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરુ છુ.. આજે જ્યારે પણ હુ` મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હાય તેમ છતાં, પેાતાનું દરેક મહત્ત્વનું કાર્યાં છેડીને પણ મારી સાથે અનાકુળપણે પેાતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતા કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org