________________
શત્રુંજય મા હાત્મ્ય નાં ભૌગોલિક તત્ત્વો
Jain Education International
અમૃત પંડ્યા
(
પશ્ચિમ ભારતના ઇતિહાસમાં વલભી (એનું નવું નામકરણ ‘ વલ્લભીપુર ’ ખોટું છે. ‘ વલભી ’ અને ‘ વલ્લભી ’ એ બંને જુદા જુદા અર્થો ધરાવતા શબ્દો છે. એ ‘ વલભીપુર ’ જોઈ એ.) એ રાજકીય તથા સાંસ્કૃતિક એ બંને રીતે ખાસ મહત્ત્વ ધરાવતું નગર રહ્યું છે. એ ઈસ્વી લગભગ ૫૦૯થી ૭૬૬ સુધી મૈત્રકવંશનું પાટનગર રહ્યું હતું. અહીં અનેક સાહિત્યકારો થયા છે અને પુસ્તકો રચાયાં છે. ‘શત્રુંજયમાહાત્મ્ય ’ લખનાર શ્રીધનેશ્વરસૂરિનું નામ પણ એ બધાંમાં જાણીતું છે. એ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે “ વલભી ખાતે સંવત ૪૭૭માં ખૌદ્દલોકોની બુદ્ધિને નિરાશા ઉપજાવનાર શ્રીચંદ્રગચ્છરૂપી સમુદ્રની અંદર ચંદ્રમા સરખા અને જાગ્રત ગુણોને ધારણ કરનાર શ્રીધનેશ્વરસૂરિએ યાદવવંશના આભૂષણરત્ન અને તીર્થોનો ઉદ્ધાર કરનાર અર્જુન્તભકત શ્રી શિલાદિત્યરાજાની ભલામણથી આ શત્રુંજયમાહાત્મ્ય” લખ્યું હતું. શત્રુંજયમાહાત્મ્યને સદ્ગત ડૉ. ભગવાનલાલ જી, એમ॰ ટી॰ જૅકસન (બૉમ્બે ગૅઝેટીઅર, ગ્રંથ પ્રથમ, ભાગ ૧, ૧૮૯૬, પૃ૦ ૯૧) અને ડૉ॰ ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ (રાજપુતાનેકા ઋતિહાસ, ગ્રંથ પ્રથમ, પૃ૦ ૩૮૫–૯) એટલા માટે વખોડી કાઢયું છે કે એમાં કુમારપાલ (ઈ૦ ૧૧૪૩-૭૪), વસ્તુપાલ (ઈ૦ ૧૧૮૪–૧૨૪૦) અને સમરાશાહ(સમરસિંહ કે જેણે ઈ૦ ૧૩૧૫માં શત્રુંજયનો ઉદ્ધાર કરેલો)નાં નામો આવે છે તથા તેમાં પુરાણોની શૈલીએ ભવિષ્યમાં થશે તે રીતે કેટલાક રાજાઓની કારકિર્દી આપી છે. પરંતુ એથી કરીને આ પ્રાચીન પુસ્તકનું મહત્ત્વ ઓછું થતું નથી. અસલ શત્રુંજયમાહાત્મ્ય સંવત્ ૪૭માં રચાયું અને આગળ જતાં જેમ જેમ તેની નવી નકલો થતી ગઈ તેમ તેમ તેમાં શત્રુંજયના ઉદ્દારને લગતી તત્કાલીન વિગતો ઉમેરાતી ગઈ તેથી કરી એ ગ્રંથ ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ બિનઉપયોગી છે એવું એ વિદ્વાનોનું વિધાન ખોટું છે. ગ્રંથ રચ્યાનો સંવત્ એ ‘ વલભી સંવત્’ રહ્યો હોવો જોઈ એ કારણકે ૪૭૭માં વલભી ખાતે મૈત્રકોનું રાજ્ય નહોતું. આ હિસાબે એ ગ્રંથ ૪૭૭ + ૩૧૯ (વલભી સંવત્ એ ગુપ્ત સંવત્ની જેમ ઈ૦ ૩૧૯થી શરૂ થાય છે) એટલે કે ઈ ૭૯૬માં રચાયલું ગણાય. પણ એમાં કયાંક ગડબડ થઈ છે. વલભીનું પતન શિલાદિત્ય ટ્ટાના સમયે ઈ ૯૭૬માં થયું
For Private & Personal Use Only
www.jainelibrary.org