SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ ] જ્ઞાનાંજલિ જ દીપતા છે. એ ભંડારોમાં સાર સાર ગ્રંથેનો સંગ્રહ કરવા આપણું ગુરદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીમાન યશોવિજપાધ્યાયકૃત પાતંજલ યોગદર્શન ટીકા, અનેકાંતવ્યવસ્થા આદિ જેવા અનેકાનેક અલભ્ય-દુર્લભ્ય પ્રાસાદગ્રંથની નકલે આ ભંડારોમાં વિદ્યભાન છે; આજે આ ગ્રંથની નકલે બીજે ક્યાંય જોવામાં નથી આવતી. સ્વર્ગવાસી ગુદેવે પોતાના વિહાર-પરિભ્રમણ દરમિયાન ગામ-ગામના જ્ઞાનભંડારોની બારીકાઈથી તપાસ કરતાં જ્યાંથી મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથના ઉતારા કરાવ્યા છે. અહીં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે એ ગદેવમાં અપૂર્વ સાહિત્યને પારખવા માટે કેટલી સૂમેક્ષિકા હતી ! જે ગુરુદેવના ભંડારોને બરાબર બારીકાઈથી તપાસવામાં આવે તો તેમાંથી આપણે કેટલીયે અપૂર્વતા જોઈતારવી શકીએ. સ્વર્ગવાસી ગુરુદેવ તેમના જમાનાના એક પ્રષ્ટવ્ય-પૂછવા લાયક પુરુષ હતા, એટલે તેઓશ્રીને ગામેગામના શ્રીસંઘ તરફથી તેમ જ વ્યક્તિગત રીતે પણ નાની કે મોટી દરેક બાબતના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા. અને ત્યારે તેઓશ્રી તે તે પ્રશ્નોના જે ઉત્તર આપતા (જેમાંના કેટલાક તે સમયના “જૈન ધર્મ પ્રકાશ' માસિકના અંકે વગેરેમાં છપાયેલા છે), એ જોતાં આપણે તેઓશ્રીની ઉત્તર આપવાની પદ્ધતિમાં સ્થિતપ્રજ્ઞપણું, ઉદારતા, નિષ્પક્ષપાતપણું તેમ જ અનાગ્રહીપણું વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કેટલાક એક જ વિષયના પ્રશ્નોના ઉત્તરો એ ગુરદેવે પ્રશ્નકારની જિજ્ઞાસા, પરિરિથતિની યોગ્યતા વગેરે ધ્યાનમાં રાખી એટલી ગંભીરતાથી તેમ જ ગ્યતાથી આયા છે કે જેમાં આપણને એ ગુર્દેવની સ્થિતપ્રજ્ઞતા તેમ જ અનાગ્રહીપણને સહેજે ખ્યાલ આવી જાય છે. આ ઠેકાણે અમે ઉદાહરણ ખાતર–પર્યુષણમાં મહાવીર જન્મના દિવસે શ્રીફળ વધેરવાં એ શાસ્ત્રોક્ત છે કે કેમ ? એ રિવાજ કાયમ રાખવો કે કેમ ? એ ચાલુ રિવાજ બંધ કરી શકાય કે નહિ ? અને બંધ કરવો યોગ્ય જણાય તો શા માર્ગ લેવો ?—આ પ્રશ્નો સંબંધમાં સ્વર્ગવાસી ગુરુદેવે જે જુદા જુદા માર્ગદર્શક ઉત્તરો આપ્યા છે (જુઓ, “જૈન ધર્મ પ્રકાશ,” પુસ્તક 9, અંક 8 અને 10 ) તેમ જ તેમાં શ્રીસંધમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો થવા ન પામે તે માટે જે માર્ગદર્શન કરાવ્યું છે એ જોવાની માત્ર ભલામણ કરીએ છીએ. અંતમાં, ટૂંકમાં અમે એટલું જ કહીએ છીએ કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિચેતનતા પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરવ જન્મ ધારણ કરે છે, તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યા છે. જે જમાનામાં તેઓશ્રીએ ગુજરાતની ધરા ઉપર પગ મૂક્યો ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અલ્પ હતી, તેમાં શાસ્ત્રો ગણ્યાગાંઠયા હતા, દેશ-વિદેશમાં જૈન સાધુઓનો પ્રચાર અતિવિરલ હતો; તે સમયે આ બધી બાબતોમાં એ ગુરુદેવે પોતાની પ્રતિભા દ્વારા સંગીન ઉમેરે કર્યો છે. એમની પ્રતિભાને બળે જ શ્રીમાન વીરચંદ રાઘવજી ગાંધી ચિકાગોની સર્વધર્મ પરિષદમાં જઈને જૈનધર્મનાં તમને વિશ્વના મેદાનમાં રજૂ કરી શક્યા છે. એ સ્વર્ગવાસી પરમ પવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સૌ વર્તમાન યુગને અનુરૂપ ધર્મસેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એટલું ઇચ્છી વિરમીએ. कुण्ठाऽपि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति / ममषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ? // आचार्य हेमचन्द्र જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. 1992 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230237
Book TitleVishwani Mahavibhuti Vijayanandsurishwarno Akshardeh
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size349 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy