SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુષી સાધ્વીઓ* શીતનાં ઝોલાં જે ખમે, લૂની લહેરો ખાય; ધર કરે અળખામણું, તે નર જાત્રાએ જાય. કવિશ્રી ઉદયરનગણિ પ્રસ્તુત “શ્રી સમેતશિખરજી તીર્થદર્શન” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે, એ એક રીતે ઠીક જ થયું છે. સામાન્ય રીતે આજે જૈન વાય સામે કેટલાક મહાનુભાવોની ફરિયાદ છે કે, વિશ્વના વિવિધ વાડ્મયનાં ક્ષેત્રમાં અનાબાધપણે ગતિ કરનાર અને વિશિષ્ટ-વિશિષ્ટતમ શાસ્ત્રોની રચના કરનાર જૈનાચાર્યોએ જૈન સાધ્વીઓની જીવનકથાઓનું આલેખન કરવા સામે આંખમીંચામણું કેમ કર્યા છે? તેમ જ ઉદાસીનતા કેમ ધારી છે? પ્રાચીન જ્ઞાનભંડારોમાં રહેલી બારમા-તેરમા-ચૌદમા સૈકા આદિમાં લખાયેલી હસ્તપ્રતિઓના અંતમાં લખાયેલી લેખકેની પુપિકામાં ઉદયશ્રી મહત્તરા, સુમેરુસુંદરી મહારા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહારા, અજિતસુંદરી ગણિની, જગસુંદરી ગણિની, નિર્મલમતિ ગણિની, દેવસિરિ ગ૦, જિનસુંદરી ગઇ, કીર્તિશ્રી ગઇ, તિલકપ્રભા ગ, ધર્મલક્ષ્મી ગ૦, મરુદેવી ગઇ, વિનયશ્રી ગo, બાલમતિ ગ, મહિમા ગવ, શ્રીમતી ગઇ, માનસિદ્ધિ ગઇ, પુણ્યસિદ્ધિ ગ૦, શાંતિવલ્લરી ગઇ, જગમત ગo, સાધી નલિન પ્રભા, સાવ કેવલપ્રભા, સારા ચારિત્રલક્ષ્મી, સા. પદ્મલક્ષ્મી, સા. ભાવસુંદરી, સાવ મયણાસુંદરી, સાવ ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવત્તિની, તેમ જ સાધ્વીનાં નામોની હારમાળા જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ભગવાને આવશ્યકસૂત્રવૃત્તિ, દશવૈકાલિકસૂત્રવૃત્તિ આદિ અનેક ગ્રંથોમાં પોતાની ધર્મમાતા મહત્તરાના નામને “મરીયા યાવિન્યા धर्मपुत्रेण चिन्तिता।" "कृतिरियं सिताम्बराचार्यजिनभट ( भद्रपाठा० )निगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो जाइणिमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्येति" ઇત્યાદિ ઉલ્લેખો દ્વારા ચિરંજીવ બનાવ્યું છે. આચાર્ય શ્રી સિદ્ધર્ષિરચિત ઉપમિતિભવપ્રપંચ કથાગ્રંથની પ્રથમ પ્રતિ સાક્ષાત શ્રતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી. જેના નામને અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધર્ષિએ પોતે પ્રશસ્તિમાં આ પ્રમાણે કર્યો છે : | * “શ્રી સમેતશિખર તીર્થદર્શન' વિભાગ ૧ થી ૫નું (પ્રકાશક: શ્રી સમેતશિખર જીર્ણોદ્ધાર સમિતિ, સં. ૨૦૨૦) આમુખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230226
Book TitleVidushi Sadhvio
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size313 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy